For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો આ સમાનતા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લિબર્ટી વચ્ચે

|
Google Oneindia Gujarati News

ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયામાં સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ આઇલેન્ડ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ થવાનું છે. જેનું કામ એલ એન્ડ ટીને સોંપવામાં આવ્યું છે. એલ એન્ડ ટી દ્વારા આગામી ચાર વર્ષની અંદર આ પ્રતિમાનું નિર્માણ કરશે. આ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નની ઉપજ છે. તેઓ સરદાર પટેલને એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પવા માગતા હતા અને તેમના મનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો વિચાર જન્મ્યો. સરદાર પટેલ એકતાના હિમાયતી હતા અને તેમની પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે જાણીતી કરવી એ એક અનોખી શ્રદ્ધાંજલિ સમાન છે.

નરેન્દ્ર મોદી જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતા ત્યારે તેઓ ન્યૂયોર્કમાં આવેલી જાણીતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઉલ્લેખ ચોક્કસપણે કરતા. આજે અમે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વચ્ચેના એક રસપ્રદ બોન્ડિંગ અંગે જણાવી રહ્યાં છીએ. આ 31મી ઓક્ટોબરે દેશ આખું સરદાર પટેલની 139મી જન્મ જંયતિ મનાવશે. ગુજરાતમાં અનેક સ્થળો પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે વાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની કરીએ તો આજથી 139 વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર 1875માં ન્યૂયોર્ક શહેરના મનેહાટ્ટન ખાતે આ સ્ટેચ્યુનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ એક સ્ટેચ્યુ કે જે વિશ્વભરમાં જાણીતું છે અને વિશ્વભરમાં એક ખાસ સંદેશો વહેતો કરે છે તેનું નિર્માણ 139 વર્ષ પહેલા થયું હતું અને એક એવું સ્ટેચ્યુ કે જે નિર્માણ પામ્યા બાદ વિશ્વભરમાં એકતાના સંદેશને વહેતો કરશે તેનું નિર્માણ આ વર્ષથી શરૂ થવાનું છે. આ સ્ટેચ્યુ જેમની પ્રતિમા છે એ સરદાર પટેલની 31 ઓક્ટોબરે 139મી જન્મજંયતિ છે. તો ચાલો તસવીરો થકી આ બન્ને સ્ટેચ્યુ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પર નજર ફેરવીએ.

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને સરદાર વલ્લભભાઇ પટેલની ઉંચી પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો હતો. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા માગે છે, મહાત્મા ગાંધી પછી સરદાર પટેલ સૌથી લોકપ્રિય અને જાણીતા ગુજરાતી હતા.

પ્રતિમા બનાવવા પાછળનો ઉદ્દેશ્ય

પ્રતિમા બનાવવા પાછળનો ઉદ્દેશ્ય

સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા પાછળનો એકમાત્ર હેતુ એ છેકે સરદાર પટેલ એકતામાં માનતા હતા અને તેએ ભારતને એક તાંતણે જોડવા માગતા હતા. તેથી તેમનો એ સંદેશો દેશના દરેખ ખૂણે પહોંચવો જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી આ સંદેશો દેશના દરેક ખૂણે પહોંચી જશે તેવું તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે.

બન્ને સ્ટેચ્યુનો સંદેશો

બન્ને સ્ટેચ્યુનો સંદેશો

સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંદેશ અંગે વાત કરવામાં આવે તો તે આખા દેશમાં એકતાનો સંદેશો વહેતો કરશે. સરદાર પટેલ મોર્ડન ભારતના રચિયતા છે. તેમણે ભારતને એકસૂત્રમાં બાંધવા માટે અથાગ મહેનત કરી હતી અને આજે આપણે જો આપણી એકતાની ઉજવણી કરીએ છીએ તો તે સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના ભાગ રૂપે છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી
છેલ્લા કેટલાક દશકાઓથી આ સ્ટેચ્યુનો ઉપયોગ એક રાજકીય ચિન્હ તરીકે કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં આ સ્ટેચ્યુ દ્વારા આપવામાં આવતા સંદેશ અંગે વાત કરવામાં આવે તો આ સ્ટેચ્યુ આઝાદી, આશા અને સારા ભવિષ્યના નિર્માણની ખાતરી આપતો સંદેશો આપે છે. સ્ટેચ્યુમાં હાથમાં રહેલી મશાલ અંધકારમાં અજવાળું પ્રસરાવાની વાત કહે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પર નજર ફેરવીએ તો તેનો ખર્ચ 2989 કરોડ રૂપિયાની આસપાસ રહેવાનો છે. આ પ્રતિમાની ઉંચાઇ 182 મીટર હશે, તેમજ તેમાં સ્ટીલ, કોંક્રેટ અને બ્રોન્ઝનો ઉપયોગ કરવામાં આવનારો છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું નિર્માણ

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું નિર્માણ

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના નિર્માણની વાત કરવામાં આવે તો જ્યારે તેને બનાવવામાં આવ્યું હતું ત્યારે તેનો ખર્ચ 1.53 કરોડ રૂપિયા થયો હતો. તેની ઉંચાઇ 93 મીટર છે અને તેના નિર્માણમાં કોપર, સ્ટીલ અને કોંક્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

English summary
139 year is similarity between statue of unity and liberty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X