For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'તિબેટીયનો પણ ઇચ્છે છે નરેન્દ્ર મોદી બને વડાપ્રધાન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કર્નલ કુમારદુષ્યંત: આ વખતે શિયાળાની શરૂઆત મોડી થઇ છે. ધીરે ધીરે રાત્રે આહ્લાદક વાતાવરણનો માહોલ સર્જાઇ રહ્યો છે. આ સાથે જ શિયાળાની મોસમ જામી રહી છે. જોકે, ઠંડકભર્યા વાતાવરણના આરંભની સાથે જ શહેરનું તિબેટિયન વુલન માર્કેટ ધમધમવા માંડ્યું છે.

ગરમ કપડાં ખરીદી માટે ગાંધીનગરના ઘ-પ રોડ પર ભરાતા તિબેટિયન માર્કેટમાં ઊનમાંથી બનેલા વિવિધ ગરમ કપડાંની ખરીદી માટે શહેરીજનો ઉમટી રહી છે. જેમાં હવે ચાલુ વર્ષે ફેશનેબલ વેરાયટીઝ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સ્ટાઇલિશ સ્વેટર, વુલન મોટી સંખ્યામાં નજરે ચઢી રહ્યા છે.

એક તરફ શિયાળાની ફૂલગુલાબી ઠંડી જામી રહી છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વિવિધ પક્ષો પોત-પોતાની રણનીતિ તૈયાર કરી મેદાનમાં ઉતરી આવ્યા છે. ત્યારે વિશ્વની નજર ભારતના વડાપ્રધાન કોણ બનશે? તેની પર મંડાયેલી છે. ત્યારે ભારતને અડીને આવેલા તિબેટના રેફ્યૂજીઓ આ અંગે માની રહ્યાં છે. તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તિબેટીયનો દર વર્ષે ભારતના વિવિધ શહેરોમાં ગરમ કપડાં માર્કેટ લગાવે છે. અને તેવો ભારતની રાજકીય અને ભૌગૌલિક સ્થિતીથી સારી પેઠે વાકેફ છે.

samten-dholama

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના પાટનગરમાં પણ તિબેટીયનો પોતાના વેપાર ધંધા અર્થે ચાર એક મહિના માટે આવે છે. અને બાકીના સમયગાળામાં હિમાચલ અને તિબેટની આસપાસના શહેર અને વિસ્તારોમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાતન ચલાવે છે. આ લોકોનું માનવું છે કે ગુજરાત અને ગુજરાતી પ્રજા એકદમ માયાળુ, પ્રેમાળ છે. શિયાળાની સિઝનમાં વેપાર અર્થે આવતા તિબેટનોને ગુજરાત સરકાર દ્વારા પુરતી સેવા પુરી પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પાણી, લાઇટ, જગ્યાની ફાળવણી કરવામાં આવતી હતી અને તેમને સરળતા રહે છે.

તિબેટીયન પ્રધાન સેમતેન ઢોલમાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી એકદમ ભલા માણસ છે. એમને ગરીબી જોઇ છે, તે એકદમ જમીની વ્યક્તિ છે. તેઓ મહેનતું માણસ છે આવા વ્યક્તિએ દેશના વડાપ્રધાન બનવું જોઇએ. દેશનો ઉદ્ધાર થશે. અમે લગભગ છેલ્લા 22 વર્ષોથી ગુજરાતમાં ધંધા અર્થે આવીએ છીએ તેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતનો જે પ્રકારે વિકાસ થઇ રહ્યો છે, તેને જોતાં અંદાજો લગાવી શકાય કે જો તેઓ દેશના વડાપ્રધાન બને તો ભારત ફરીથી 'સોને કી ચિડીયા'નો દેશ બની શકે છે.

તિબેટીયન પ્રધાન સીરીંગ ઢોલકરે જણાવ્યું હતું કે અમને આશા છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો અમારી ચોક્કસ મદદ કરશે. તેઓ સારી પેઠે જાણે છે કે તિબેટન પ્રજા મહેનતું, ઇમાનદારી પ્રજા છે. અમે અમારી વ્યસ્થાને સારી પેઠે સમજી શકે છે. કારણ કે તેઓ મહેનતું છે અને તેમણે ગરીબાઇ જોઇ છે.

English summary
Tibetians also wants Narendra Modi to become Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X