રાજકોટ વનડે મેચ: પટેલોની ટિકિટો માટે પડાપડી, તો સરકારે માંગ્યું ID

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટમાં આગામી 18મી ઓક્ટોબરે ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે મેચ રમાવાની છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં રમાનારી આ મેચમાં વધુમાં વધુ ટિકિટો ખરીદીને મેચ દરમિયાન પાટીદારો અનામત માટે આંદોલન કરશે તે વાતની જાહેરાત પટેલ અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે કરી હતી. વધુમાં હાર્દિક પટેલ પણ આ મેચ જેવા સ્ટેડિયમમાં હાજર રહેવાનો છે. ત્યારે રાજકોટમાં આજથી આ મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું છે.

ત્યારે મોટી સંખ્યા પાટીદારો સહિત પ્રેક્ષકો આ મેચની ટિકિટ લેવા ઊમટી પડ્યા હતા. ત્યારે ટીકિટો માટે ધક્કામુક્કી થતા પોલિસ લોકો પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. જો કે આ વખતની મેચ રાજ્ય સરકાર માટે પણ એક પરીક્ષા સમાન છે.

 


આ મેચમાં કેટલા પાટીદારો આવવાના છે. કેવી રીતે વિરોધ કરશે, શું રણનીતી છે તેની પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બાજ નજર રહેવાની છે. વધુમાં ક્રિકેટ બોર્ડ એસોસિયેશન પણ આ મેચ પહેલા ક્રિકેટરોની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકારને સંપર્ક કર્યો હતો. ત્યારે શું છે આ આખો મામલો તે વિષે વધુ જાણવા જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...

હાર્દિક પટેલની જાહેરાત
  

હાર્દિક પટેલની જાહેરાત

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ 18મી ઓક્ટોબરે રાજકોટમાં યોજાનારી ક્રિકેટ મેચમાં સૌથી વધુ ટિકિટો ખરીદીને સ્ટેડિયમમાં અનામત માંગી વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી હતી. હાર્દિકનું માનીએ તો પટેલો ઓનલાઇન સ્ટેડિયમની મોટી સંખ્યામાં ટિકિટો લીધી છે.

ટિકિટ કાઉન્ટર આગળ ભીડ
  

ટિકિટ કાઉન્ટર આગળ ભીડ

ત્યારે રાજકોટના રેસકોર્સ ખાતેના માધવરાવ સિંધિયા મેદાનમાં આ વન ડે મેચનું ટિકિટ કાઉન્ટર લગાવામાં આવ્યું છે. જ્યાં સવારથી મોટી સંખ્યામાં પાટીદારો અને અન્ય પ્રેક્ષકો ટીકિટ ખરીદવા પહોંચી રહ્યા છે. જ્યાં પ્રેક્ષકોની લાઇનોની લાઇન લાગી છે.

સરકારે માંગ્યું આઇડી કાર્
  
 

સરકારે માંગ્યું આઇડી કાર્

વળી એસોસિયેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ મેચની બેથી વધુ ટિકિટો કોઇને નહીં મળે. અને દરેક ટિકિટ માટે સરકાર માન્ય ફોટો ઓળખપત્રની ઝેરોક્ષ આપવી પડશે તો જ ટિકિટ મળશે. ત્યારે આવું પહેલી વાર બન્યું છે કે મેચની ટિકિટ માટે પણ આઇડી કાર્ડની ઝેરોક્ષ આપવી પડે.

સરકારની બાજ નજર
  

સરકારની બાજ નજર

રાજ્ય સરકાર પણ આ સમગ્ર મેચ પર બાજ નજર રાખીને બેઠી છે. વધુમાં સ્થિતિ પર કાબુ મેળવવા માટે ક્રિકેટ જગતના ઇતિહાસમાં પહેલી વાર ટીકિટ લેનારનું ફોટો આઇ કાર્ડ અને કેમેરાથી તેમના ફોટો લેવામાં આવ્યા છે.

લાઠીચાર્જ
  

લાઠીચાર્જ

ત્યારે ટિકિટબારી પર ટિકિટ મેળવા માટે ધક્કા મુક્કી કરતા પોલિસે ભીડ પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. જો કે તે બાદ શાંતિની આ ટિકિટ લેવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.

English summary
Ticket Sold Of India And South Africa Match At Rajkot Stadium
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.