For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફોડવો તે અમારી સામેનો પડકાર છે : આશુતોષ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જાન્યુઆરી: જાણીતા ટીવી ન્યુઝ એન્કર અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષ હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ગાંધી આશ્રમની મુલાકાત પછી તેમણે અમદાવાદ શહેરના પીરાણા રોડ, ગણેશ નગર, સુએઝ ફાર્મ રોડ તેમજ લાંભાની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે અત્રે લોકો નાર્કાગારમાં દોજખની જિંદગી જીવી રહ્યા છે, આવા નાગરિકોની મુલાકાત લીધી તે પરથી લાગે છે કે મોદીનો વિકાસનો દાવો કેટલો પોકળ છે.

પત્રકાર પરિષદમાં તીખા પ્રશ્નોના જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે દિલ્લીના ડ્રગ માફિયાઓની પાછળ મોટી મોટી તાકાતો કામ કરી રહી છે. આ તાકાતો નથી ઇચ્છતી કે આ દેશમાં પ્રમાણિક રાજનીતિ કરતો આમ આદમી જેવો પક્ષ આગળ વધે. આ માટે મોટા કોર્પોરેટ હાઉસ થી માંડીને ઘણી રાજકીય હસ્તીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતા એ ભારતીય બંધારણનો આત્મા છે, પણ કમનસીબે અત્યાર સુંધી રાજકીય પક્ષોએ ધર્મ આધારિત રાજનીતિ કરીને લોકોના પ્રશ્નો બાજુએ હડસેલી દીધા છે. આમ આદમી પાર્ટી એટલે જ શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર જેવા લોકોને સીધા જ સ્પર્શતા મુદ્દાઓને લઇ આગળ વધી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અમદાવાદના જે વિસ્તારોની મેં મુલાકાત લીધી તે જોઇને મને ઊંડો આઘાત લાગ્યો છે. લોકો નાર્કાગારમાં જીવી રહ્યા છે. જો આને જ વિકાસ કહેવાતો હોય અને આ વિકાસના મોડેલને દેશભરમાં લાગુ પાડવાના ઢંઢેરાઓ પીટવામાં આવી રહ્યા હોય તો આ વિકાસનું મોડેલ આમ આદમી પાર્ટીને માન્ય નથી. લોકોએ અને પત્રકારોએ મોદીને પૂછવું જોઈએ કે તમારી સરકાર બન્યાને સવા વરસ થવા આવ્યું, તમે પચાસ લાખ મકાનો બનાવવાનો વાયદો કર્યો હતો. શું આમાંનું એક પણ મકાન બન્યું છે ખરું? ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગેના એક પ્રશ્નના જવાબમાં આશુતોષે જણાવ્યું હતું કે મોદી સામે અમે ખુબ જ મજબુત ઉમેદવાર ઉભો રાખીશું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્ય અને ગુજરાત તથા ગોવાના ચૂંટણી પ્રભારી દિનેશ વાઘેલાએ આશુતોષને સમર્થન આપતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં અમે મોદીને જબરદસ્ત ટક્કર આપીશું અને તેમને લોકસભામાં જતા અટકાવીશું. તાજેતરમાં જ લોકસભાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને આવેલા વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓમાં પણ આમ આદમી પાર્ટી તરફે જબરદસ્ત લહેર ઉભી થઇ છે. એકલ દોકલ વ્યક્તિઓ તો ઠીક પણ આખાને આખા ગામ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ashutosh
આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય સંયોજક સુખદેવ પટેલે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે સવારે ૮:૩૦ કલાકે ઇન્દુચાચાની પ્રતિમા સામે, નહેરુ બ્રિજના છેડે ધ્વજ વંદનનો કાર્યક્રમ આટોપીને આશુતોષ ઝાડુ યાત્રાને પ્રસ્થાન કરાવશે. તા. ૨૬ થી શરુ થનારી ઝાડુ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરશે અને તા. ૩૦ ગાંધી નિર્વાણના દિવસે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સંપન્ન થશે. આ એ મંદિર છે કે જ્યાં વિકાસની નહિ પરંતુ વિનાશની જ યોજનાઓ ઘડાય છે. જ્યાં રોજ મહાત્મા ગાંધીના વિચારોની હત્યા થાય છે તે મહાત્મા ગાંધી મંદિર ખાતે ઝાડુ યાત્રા પૂરી થશે.

આવતીકાલે આશુતોષ જૂનાગઢની મુલાકાત લેશે અને ત્યાં નેશનલ હાઈ વે બનાવવા માટે, અને અત્યારના ભાજપના નેતા વીઠ્ઠલ રાદડિયાની સંપત્તિ બચાવવા માટે સેંકડો ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવી છે ત્યાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લેશે.

English summary
To expose Modi’s false development propaganda is a challenge before us said Ashutosh in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X