• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે મોદીને મળશે ઝડફિયા, જીપીપી અને ભાજપનું થશે વિલિનીકરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી: ગુજરાતમાં ભાજપથી અલગ થઇને છ વર્ષમાં ચાર વખત તૂટેલો રાજકીય મોરચો અંતે ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નામથી સ્થાપિત થયો, જે હવે 25ના રોજ ભાજપમાં ફરીથી વિલય થઇ જશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જીપીપીના અધ્યક અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોર્વધન ઝડફિયા સહિત અન્ય પૂર્વ ભાજપના નેતાઓનું સાર્વજનિક રીતે સ્વાગત કરી ગળે લગાવશે.

જીપીપીના વરિષ્ઠ પદાધિકારીના સૂત્રોએ પણ જીપીપી અને ભાજપમાં વિલય કરવાના નિર્ણયની પુષ્ટિ કરતાં કહ્યું છે કે દેશના હાલના રાજકીય માહોલને ધ્યાનમાં રાખતાં ભાજપની વિચારધારાને આગળ વધારવા માટે એકજૂટતા જરૂરી છે. આનાથી જીપીપીના નેતાઓએ મનદુખ ભુલાવીને પોતાની પાર્ટીનું ફરીથી ભાજપમાં પુનરાવર્તના સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.

ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી, ભાજપ તથા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસે) પણ જીપીપીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. એટલું જ નહી, નરેન્દ્ર મોદીએ પોતે જીપીપીના નેતા, પદાધિકારી તથા કાર્યકર્તાઓને સન્માનપૂર્વક ભાજપમાં સામેલ કરવાની રજૂઆત કરી છે. જેના અનુસંધાને આજે ગોવર્ધન ઝડફિયા નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને આવતીકાલે મંગળવારે જીપીપીના અધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાની અધ્યક્ષતામાં વિજય ચોકમાં કાર્યકર્તા સંમેલન આયોજિત કરીને જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ કરવામાં આવશે.

ગુજરાત જન આંદોલન

ગુજરાત જન આંદોલન

નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિના લીધે ભાજપમાં વર્ષ 2005માં આંતરિક અસંતોષ શરૂ થઇ ગયો. તે પહેલાં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા જેવા કેટલાક વરિષ્ઠ નેતા ભાજપથી નિષ્ક્રિય થઇ ગયા. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોવર્ધન ઝડફિયાએ તો સપ્ટેમ્બર 2007માં ગુજરાત જન આંદોલનના નામથી અલગ રાજકીય મોરચો ખોલી દિધો.

ગુજરાત પરિવર્તન મંચ

ગુજરાત પરિવર્તન મંચ

જૂન 2008માં મહાગુજરાત જનતા પાર્ટી (મજપા)નું ગઠન કરી તેમાં જન આંદોલન મોરચાનું વિલિનીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ જુલાઇ 2012માં કેશુભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત પરિવર્તન મંચના નામેથી નવો મોરચો શરૂ કરવામાં આવ્યો.

ગુજરાત પરિવર્તન મંચ

ગુજરાત પરિવર્તન મંચ

ત્યારબાદ ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નું ગઠન કરીને પરિવર્તન મોરચો સહિત મહાગુજરાત જનતા પાર્ટીનું પણ જીપીપીમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું. છેલ્લા વર્ષોની મહેનત બાદ વર્ષ 2013ની વિધાનસભાની ચૂંટણીમાં જીપીપીના ફક્ત બે ઉમેદવારો જીત્યા.

જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ

જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ

જીપીપીમાંથી ચૂંટણી લડેલા ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા ચૂંટણી જીત્યાના થોડા સમય બાદ તે ભાજપમાં જોડાઇ ગયા. જીપીપી મુખિયા તથા કેશુભાઇ પટેલે પણ ગત અઠવાડિયે વિધાનસભાની સદસ્યતા છોડી દિધી. જેથી તૂટવા અણી પર છે જીપીપીએ હવે ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.

વિલિનીકરણને લઇને મતભેદ

વિલિનીકરણને લઇને મતભેદ

પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના સંસ્થાપક સભ્ય સુરેશ મહેતાએ જીપીપીના આ પગલાં વિરૂદ્ધ વાંધો ઉઠાવ્યો છે. જીપીપીના અધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાને પત્ર લખી આકરા શબ્દોમાં કહ્યું છે કે તે આ સંબંધિત નિર્ણય એકતરફી ન કરી શકે. તેમણે પત્રમાં લખ્યું છે કે 'મને આશ્વર્ય છે કે તમે જીપીપીનું વિલિનીકરણ ભાજપમાં કરવા માટે વિચારી રહ્યાં છો. જો તમે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો છે તો તમે એકલા તમારા સમર્થકો સાથે જઇ શકો છો પરંતુ તમારી પાસે આખી પાર્ટીના ભાજપમાં વિલિનીકરણનો અધિકાર નથી. તેમણે લખ્યું છે કે 'હું પાર્ટીનો સંસ્થાપક સભ્ય છું, ભાજપની સાથે પાર્ટી સંભવિત વિલય વિશે તમે મને જાણ કરી નથી.'

હું કોઇ પક્ષમાં જોડાઇશ નહી

હું કોઇ પક્ષમાં જોડાઇશ નહી

જાગૃતિ પંડ્યાએ જણાવ્યું હતું કે હમણાં હું કોઇપણ પક્ષમાં જોડાઇશ નહી અને ચૂંટણી પણ ભાગ લઇશ. હું છેલ્લા 11 વર્ષોથી ન્યાય માટે લડી રહી છું. જાગૃતિ પંડ્યાએ ભાજપમાં જોડાવવાની સ્પષ્ટ ના કહી દિધી છે.

English summary
The Gujarat Parivartan Party (GPP), launched with much fanfare with former chief minister Keshubhai Patel as its president on the eve of the December 2012 Assembly elections, is set to become history following a merger with the BJP on February 26.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X