• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો : ભારત માટે નરેન્દ્ર મોદીના 7 મહત્વનાં સપનાં

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે 13 મે, 2013ના રોજ સવારે અમેરિકામાં બેઠેલા ભારતીયોની સામે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના વિચારો રજૂ કર્યા હતા. નરેન્દ્ર મોદીને અને તેમના વિચારોને સાંભળવા માટે લાખો લોકો ઇન્ટરનેટ અને ટીવી સ્ક્રીનની સામે બેસી ગયા હતા. આ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીએ ગુજરાત નહીં પણ ભારતના વિકાસ માટે પોતે જોયેલા સપનાંઓની વાત કરી હતી.

સાચુ પૂછો તો નરેન્દ્ર મોદીના દરેક ભાષણમાં એક એવી વાત તો હોય જ છે જે ખરેખર વિચારવા લાયક હોય છે. તેના પર ગહન ચિંતન થવું જરૂરી છે. પરંતુ સમસ્યા એ છે કે દેશની સરકાર વિચારે છે કે તેના પર અમલ કર્યો તો ક્રેડિટ નરેન્દ્ર મોદીને જશે.

બીજી તરફ જનતા એવું વિચારે છે કે જ્યારે પણ મોદીના હાથમાં સત્તા આવશે, ત્યારે તેઓ એવી ઉપયોગી યોજનાઓ બનાવશે કે દેશ ઝડપથી આગળ વધી શકશે. આજ જનતા જનાર્દનમાં એક વર્ગ એવો છે કે જે મોદીની વાતોને મજાક સમજે છે. તેમના સપનાને માત્ર સપના જ સમજે છે. આ વર્ગ તેમના માર્ગમાં અવરોધ બની શકે છે. આવો જોઇએ નરેન્દ્ર મોદીના ભારત માટેના મહત્વના સાત સપનાઓ...

India should become Weapon supplier

India should become Weapon supplier

ભારત શસ્ત્રોનો નિકાસકાર દેશ બનવો જોઇએ

મોદીએ અનેકવાર અનેક મંચો પરથી આ વાત કહી છે કે ભારત અન્ય દેશો પાસેથી હથિયારો, શસ્ત્રો અને લશ્કરી ઉપકરણો ખરીદે છે. તેમાં દર વખતે હજારો કરોડો રૂપિયાના સૌદા થાય છે અને તેમાં કૌભાંડની ભરપૂર શક્યતાઓ રહેલી છે. મોટા ભાગના કિસ્સાઓમાં નાના મોટા કૌભાંડો થાય છે. જો ભારત જાતે જ લશ્કરી શસ્ત્રો અને ઉપકરણો વિકસાવે અને બનાવે તો તેને ફાયદો થશે. તે અન્ય દેશોને નિકાસ પણ કરી શકશે. અમે ઇચ્છીએ છીએ કે એ દિવસ જલ્દી આવે.

Make statue taller than Statue of Liberty

Make statue taller than Statue of Liberty

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ ઊંચી મૂર્તિ

નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધિત કરતા જણાવ્યું કે તેઓ એક એવી મૂર્તિ બનાવવા ઇચ્છે છે જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ઊંચી હોય. આ મૂર્તિ કોઇ નેતા અથવા મારી નહીં હોય, પણ સામાન્ય જનતાની હશે. જે એકતા અને અખંડિતતાનું પ્રતીક બનશે. વિચારો કે આવી મૂર્તિ ભારતમાં બને તો અમેરિકાને કેટલી ઇર્ષા થશે.

PPPP instead of PPP

PPPP instead of PPP

પીપીપીની જગ્યાએ પીપીપીપી

મોદીનું માનવું છે કે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ)ને અજમાવી જોવામાં આવ્યું છે. તેમાં સફળતા પણ મળી છે અને સાથે તેમાં વધારે હેરાફેરી પણ થઇ છે. તેમાં જો એક વધારે પી એટલે કે પીપીલ (લોકો) ઉમેરી દેવામાં આવે એટલે કે પીપીપીને બદલે પીપીપીપી કરવામાં આવે તો પીપલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બનશે. આમ કરવાથી રોજગાર વધશે અને વિકાસની ગતિ પણ ઝડપી બનશે.

Use Solar Power and become Power-full

Use Solar Power and become Power-full

એટલી વીજળી ઉત્પાદિત કરીએ કે અન્ય દેશોને વેચી શકાય

નરેન્દ્ર મોદીએ તાજેતરના પોતાના ભાષણમાં જણાવ્યું કે જેવી રીતે SAARC દેશો છે તેવી રીતે ભારત એક સંગઠન બનાવે જેનું નામ SUN SON હોય. એટલે કે સૂર્ય પુત્ર દેશ. આ સંગઠનમાં એવા દેશોને સામેલ કરવામાં આવે જે મહત્તમ સૂર્ય ઉર્જાનો ઉપયોગ અને ઉત્પાદન કરતા હોય. આ સંગઠન અન્ય દેશોને સૂર્ય ઉર્જા માટે પ્રેરિત કરી શકે છે. ન્યુક્લિયર પ્લાન્ટના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરવા અંગે એટલા વિવાદો સર્જાયા છે કે તેમાં હવે બહુ ઓછા પ્લાન્ટ્સ ચાલી રહ્યા છે. પરંતુ ગુજરાતના સોલર પ્લાન્ટમાં અમે એટલી વીજળી ઉત્પન્ન કરી છે કે ગુજરાત સરપ્લસમાં છે. શા માટે ભારતના દરેક રાજ્યોમાં સોલર પ્લાન્ટ લગાવવામાં ના આવે અને એટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવે કે આપણે અન્ય રાજ્યોને નહીં પણ અન્ય દેશોને વીજળી પૂરી પાડી શકીએ.

No discrimination with states

No discrimination with states

કોઇ રાજ્ય સાથે ભેદભાવ કે અળખામણું વર્તન નહીં

નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે આપણા દેશના વિકાસમાં ત્યારે સોથી મોટો અવરોધ આવે છે જ્યારે કોઇ રાજ્ય આગળ વધવા માંગે છે અને તેને કેન્દ્રની સહાય નથી મળતી. ભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હશે તો રાજ્યો સાથે ઓરમાયું વર્તન રાખવાનું છોડી દેવું પડશે. પછી ભલે તે સરકાર કોઇ પણ હોય. કેન્દ્રની સરકારે તમામ રાજ્યોને એક સરખો ન્યાય આપવો જોઇએ.

Every state should have Skill Development University

Every state should have Skill Development University

દરેક રાજ્યમાં હોય સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતમાં સૌપ્રથમ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી ગુજરાતમાં ખોલવામાં આવી છે. હું ઇચ્છું છું કે દરેક રાજ્યમાં આવી યુનિવર્સિટી શરૂ થાય. જેથી દેશના યુવાનોને નોકરી મળવામાં મુશ્કેલી ના નડે. તેનાથી આપણા કાર્યની ગુણવત્તા પણ વધશે.

Sauno Saath, Sauno Vikas

Sauno Saath, Sauno Vikas

સૌનો સાથ, સૌનો વિકાસ

નરેન્દ્ર મોદીની એક વિચારધારા એ પણ રહી છે કે તેઓ કોઇ એક વર્ગ નહીં પણ તમામ વર્ગોને સાથે લઇને વિકાસ કરવા માંગે છે. તેઓ તેને જ વિકાસ ગણે છે. આ કારણે જ તેમણે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો છે. તેમની ઇચ્છા છે કે સમગ્ર દેશ આ બાબત ઉપર કાર્ય કરે.

English summary
Top seven dreams of Narendra Modi for India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X