For Quick Alerts
For Daily Alerts
જેલમાં સુરંગ ખોદનારા કેદીઓ માટે લેવાયા ટ્રાન્સફર વોરંટ
અમદાવાદ, 27 ફેબ્રુઆરી : ગુજરાતમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ આરોપના 14 આરોપીઓની પૂછપરછ કરવા માટે ગુજરાત પોલીસે ટ્રાંસફર વોરંટ મેળવી લીધું છે.
ઉલ્લેખનીય છે કે આ તમામ 14 આરોપિઓ પર આ મહિનાની શરૂઆતમાં સાબરમતી જેલમાંથી ફરાર થવાના ઇરાદે સુરંગ ખોદવાનો આરોપ છે. જોકે તેઓ પોતાના બદઇરાદામાં સફળ થાય એ પહેલા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
અમદાવાદ શહેરના મુખ્ય જાહેર પ્રોસિક્યુટર સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે 'ક્રાઇમ બ્રાંચે વિસ્ફોટના એ તમામ 14 આરોપીઓ સામે ટ્રાન્સફર વોરંટ મેળવી લીધું છે. જેમની સામે જેલમાં સુરાંગ બનાવી ભાગી જવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.'
બ્રહ્મભટ્ટે જણાવ્યું કે તેમની કસ્ટડી લેવામાં માટે આવતીકાલે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે જેલમાં સુરંગ બનાવનારાઓની કડી હૈદરાબાદ બ્લાસ્ટ સાથે પણ જોડીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.