ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ, કોને નફો કોને નુકસાન?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં ત્રિપાંખીયા જંગના એંધાણ જોવા મળી રહ્યા છે. નજીકના સમયમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા જઇ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં ત્રિપાંખીયા જંગના એંધાણ જોવા મળી રહ્યા છે. નજીકના સમયમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા જઇ રહી છે. ત્યારે, કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ કમરકસીને મેદાનમાં ઉતરી છે. સામાન્ય રીતે, ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મહત્વનો જંગ જોવા મળતો હતો, પરંતું, આ વખતે આમ આદમી પાર્ટી પુરતી તૈયારી સાથે મેદાનમાં છે.

આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પોતાનું સંગઠન વિસ્તાર્યુ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આંતરે દિવસે સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે, આમ આદમી પાર્ટી તમામ 182 બેઠક પર મજબુતાઇથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 50 જેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઇમાં ભાજપને બેઠકોના ગણીતમાં મોટો ફાયદો થાય તેવી સંભાવના રાજકીય સમિક્ષકો નિહાળી રહ્યા છે. ત્યારે, આમ આદમી પાર્ટીને રાજકીય ઉછાળ લાવવામાં અને ગુજરાતમાં સ્થાન મેળવવામાં આ ચૂંટણી મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. પરંતું, કોંગ્રેસનો ભારે રકાશ આમ આદમી પાર્ટીના કારણે થઇ શકે તેવું રાજકીય ગણીત જોવા મળી રહ્યુ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના જંગમાં ભાજપ ફાવી જાય તો નવાઇ નહીં.












Click it and Unblock the Notifications
