અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલ બસને મુંબઈથી આવતી ટ્રકે મારી ટક્કર, 20 લોકો ઘાયલ
અમદાવાદઃ ગુજરાતમાં વલસાડ પાસે આજે ભીષણ અકસ્માત થઈ ગયો. અહીં મુંબઈથી આવી રહેલ એક આયશર ટ્રકે અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલ પ્રાઈવેટ બસને ટક્કર મારી. જેનાથી બંને વાહનોનો આગળનો ભાગ તૂટી ગયો. દૂર્ઘટનામાં 20થી વધુ મુસાફરો ઘાયલ થયા. ઘટના સ્થળે ચીસાચીસ થઈ ગઈ. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.
દૂર્ઘટના બાદ ટ્રક પલટી ગઈ. જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો. વળી, બસ પણ બીજા ડિવાઈડર પર ચડી ગઈ. ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા અને બચવા કાર્ય ચાલુ કરી દીધુ. સૂચના મળતા 108 એમ્બ્યુલન્સની વેન આવી. બસ અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. વળી, બધા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. અમુક ઘાયલોને નજીક ઉભેલી રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
એક ઘાયલ વ્યક્તિએ જણાવ્યુ કે દૂર્ઘટના સોમવારે સવારે લગભગ 8 વાગે બની જ્યારે અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલી બસને વલસાડ શહેર પાસે એક ટ્રકે ટક્કર મારી હતી. તે ટ્રક મુંબઈથી આવી રહી હતી અને વલસાડ પાસે નંદાવલા હાઈવે પર અનિયંત્રિત થઈ ગઈ હતી. ડિવાઈડર સાથે ટકરાઈને ટ્રક સીધી બસ સાથે ટકરાઈ. જેનાથી બસ મુસાફરોને ઘણી ઈજાઓ થઈ. બસમાં સવાર 20થી વધુ મુસાફરો ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘાયલોમાં ટ્રક અને બસના ડ્રાઈવર અને ક્લીનરની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. વળી, બસ અને ટ્રકના આગલો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ઘટના સ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ છે. પોલિસ ત્યાંથી રસ્તો ખાલી કરાવવામાં લાગી છે.
કોણ છે મિર્ઝાપુર 2ની શબનમ? શું છે તેની રિયલ લાઈફની કહાની?