• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વડોદરાઃ 800 કિલો વિસ્ફોટક ભરેલી ટ્રક લાપતા

|

વડોદરા, 29 જૂનઃ વડોદરા જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 8 પર મહારાષ્ટ્રના પૂણેથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જઇ રહેલી વિસ્ફોટકોનો જથ્થો ભરેલી ટ્રક લાપતા થઇ હોવાના અહેવાલ છે. જેના પગલે જિલ્લાભરમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ ટ્રક લાપતા થયાને એક અઠવાડિયા જેટલો સમય વિતી ગયો છે. બાદમાં ઘટનાની ગંભીરતા જાણતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ટ્રક અને તેનો ડ્રાઇવર લાપતા થયા છે. લાપતા થયેલા ટ્રકમાં અંદાજીત 800 કિલો વિસ્ફોટક સામગ્રી ભરેલી હતી. જેનો ઉપયોગ કચ્છની એક માઇનમાં ખોદાકામ દરમિયાન વિસ્ફોટ કરવા માટે વપરાવાના હતા, પરંતુ આ રીતે અચાનક વડોદરા નજીક આટલો મોટો જથ્થો ભરેલી ટ્રક ગાયબ થઇ જઇ એ ગંભીર મામલો છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા વડોદરા જિલ્લા અને આસપાસના વિસ્તારમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

ટ્રકની ભાળ મેળવવા માટે કરજણથી વડોદરા વચ્ચે આવેલા ટોલનાકા ખાતે લાગેલા સીસી ટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત પોલીસે આસપાસની ગ્રામ્ય પોલીસ, હાઇવે પોલીસ તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની પોલીસને હાઇ એલર્ટ પર મુકી દીધી છે.

English summary
truck missing with 800 kg Explosive near vadodara. police on alert.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X