For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ 70 લાખ નહિ, મોદી-ટ્રમ્પના રોડ શોમાં રહેશે આટલા લોકોની હાજરી

મોદી-ટ્રમ્પ રોડ શોમાં લગભગ 1 લાખ લોકો શામેલ હશે. જો કે જે સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પે બતાવી તેના કરતા અહીં લોકોની હાજરી ઓછી સંખ્યામાં રહેશે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનાર રોડશો દુનિયાનો સૌથી લાંબો રોડ શો હશે. આની લંબાઈ 22 કિલોમીટર હશે જેના રૂટ પ્લાન અનુસાર ટ્રમ્પ અમદાવાર ઈન્ટરનેશનલ એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને પછી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચશે. આ રોડ શોમાં લગભગ 1 લાખ લોકો શામેલ હશે. જો કે જે સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પે બતાવી તેના કરતા અહીં લોકોની હાજરી ઓછી સંખ્યામાં રહેશે.

70 લાખ નહિ, 1-2 લાખ લોકો હશે રોડ શોનો હિસ્સો

70 લાખ નહિ, 1-2 લાખ લોકો હશે રોડ શોનો હિસ્સો

થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે અમેરિકી એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, ‘હું ભારત જઈ રહ્યો છુ. આ પ્રવાસ અદભૂત હશે. મને પ્રાઈમ મિનિસ્ટર મોદીએ જણાવ્યુ છે કે અમારા સ્વાગત માટે એરપોર્ટથી ઈવેન્ટ સુધી 70 લાખ લોકો હાજર રહેશે. અમે એ એન્જોય કરીશુ, શું તે પણ ત્યાં આવશો?'

ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો થઈ રહ્યો વાયરલ

ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો થઈ રહ્યો વાયરલ

ટ્રમ્પનો આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ્સ પર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં તેના રોડ શો દરમિયાન 70-80 લાખ લોકોના રહેવાની વાતમાં દમ નથી લાગતો કારણકે અમદાવાદની વસ્તી 70 લાખ છે. વળી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ટ્રમ્પની વાતને ખોટી ગણાવતા કહ્યુ કે આ રોડ શોમાં 1-2 લાખ લોકોના શામેલ થવાની આશા છે.

એરપોર્ટ પર ગુજરાતી રીત-રિવાજથી થશે સ્વાગત

એરપોર્ટ પર ગુજરાતી રીત-રિવાજથી થશે સ્વાગત

અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ સ્વાગત ગુજરાતી રીત-રિવાજ પ્રમાણે થશે. અહીં શંખનાદ સાથે જ ગુજરાતની સંસ્કૃતિ અને લોકનૃત્યની જીવંત પ્રસ્તુતિ કરવામાં આવશે.

14 સમૂહમાં પ્રસ્તુતિ કરશે 256 કલાકાર

14 સમૂહમાં પ્રસ્તુતિ કરશે 256 કલાકાર

ગુજરાતની વિવિધ સંસ્કૃતિ-લોકનૃત્યના મંચો પર કલાકાર પ્રસ્તુતિ કરશે. વિશેષ વિમાનથી ઉતરીને એરપોર્ટની બહાર સુધી ટ્રમ્પ ગુજરાતની સંસ્કૃતિ-લોકનૃત્યની ઝલક જોશે. 14 સમૂહોમાં 256 કલાકાર પ્રસ્તુતિ કરશે.

નહિ પીરસાય ખમણ-ઢોકળા જેવા ગુજરાતી વ્યંજન

નહિ પીરસાય ખમણ-ઢોકળા જેવા ગુજરાતી વ્યંજન

જણાવવામાં આવ્યુ છે કે ટ્રમ્પને ખમણ-ઢોકળા સહિત ગુજરાતી વ્યંજન નહિ પીરસવામાં આવે. અમેરિકી રાષ્ટ્રપતિ ખાનપાનની સામગ્રી યુએસ સિક્રેટ સર્વિસ કમાંડોની હાજરીમાં તૈયાર થાય છે. ખાનપાન પણ તેમના કાફલાનો હિસ્સો હોય છે.

150 ફૂટ રેડ કાર્પેટની બંને તરફ નાચશે કલાકારો

150 ફૂટ રેડ કાર્પેટની બંને તરફ નાચશે કલાકારો

એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટ્રમ્પની મનપસંદ વસ્તુઓ જ વ્યવસ્થિત કરવામાં આવશે. ખાસ વાત એ પણ છે કે એરપોર્ટ પર જ્યારે ટ્રમ્પ ઉતરશે તો તેમનુ સ્વાગત રેડ કાર્પેટથી થશે. 150 ફૂટ રેડ કાર્પેટની બંને તરફ કલાકારો નૃત્ય કરશે.

દૂરદર્શન મોદી-ટ્રમ્પનો દરેક કાર્યક્રમ કવર કરશે

દૂરદર્શન મોદી-ટ્રમ્પનો દરેક કાર્યક્રમ કવર કરશે

ટ્રમ્પ-મોદીના બધા કાર્યક્રમોના લાઈવ ટેલીકાસ્ટ માટે દૂરદર્શને 30 કિલોમીટરથી પણ વધુ લાંબી ઑપ્ટિકલ ફાઈબર લાઈન પાથરી છે. અમદાવાદ નગરપાલિકા તેમના કાર્યક્રમની તૈયારીઓમાં જોરશોરથી જોતરાયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રમ્પના અમદાવાદ પહોંચતા જ એરપોર્ટ પર આગેવાની કરી શકે છે. ત્યારબાદ બંને અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ પછી એરપોર્ટ સર્કલ અને ઈન્દિરા બ્રિજ થઈને મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

વિવિધ રાજ્યોની સંસ્કૃતિ રોડ શોમાં પ્રદર્શિત કરાશે

વિવિધ રાજ્યોની સંસ્કૃતિ રોડ શોમાં પ્રદર્શિત કરાશે

જ્યાંથી મોદી-ટ્રમ્પ પસાર થશે ત્યાં રસ્તાની બંને બાજુએ ભારતના વિવિધા રાજ્યોની ઝલક બતાવવામાં આવશે. જે હેઠળ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવવામાં આવશે. સ્ટેજ પર અલગ અલગ રાજ્યોના નૃત્ય પણ પ્રસ્તુત કરવામાં આવી શકે છે. રાજ્ય સ્તર પર મહાનગરો, જિલ્લા-તાલુકાના કાર્યકર્તાઓને લેવા-મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આના માટે એકલા અમદાવાદ શહેરથી 15 હજાર લોકોને લગાડવામાં આવ્યા છે.

24 ફેબ્રુઆરીએ સવારે 11.55 વાગે અમદાવાદમાં હશે ટ્રમ્પ

24 ફેબ્રુઆરીએ સવારે 11.55 વાગે અમદાવાદમાં હશે ટ્રમ્પ

સૂત્રો મુજબ અમેરિકાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ વિશેષ વિમાન એરફોર્સ-1 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11.55 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત સ્નાઈપર પણ હરક્યુલસ વિમાનથી અમદાવાદ પહોંચી ચૂક્યા છે. હરક્યુલસ વિમાનમાં તેમના કાફલાની ગાડીઓ અને જાસૂસી ઉપકરણ પણ શામેલ છે જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ પણ લાવવામાં આવી છે.

પહેલી વાર આવી રહ્યા છે અહીં કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ

પહેલી વાર આવી રહ્યા છે અહીં કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ

ગુજરાતના ઈતિહાસમાં આ પહેલી વાર છે કે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ અહીંનો પ્રવાસ કરશે. ઉચ્ચ પદસ્થ અધિકૃત સૂત્રોએ પુષ્ટિ કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રીતે રેલી કર્યા બાદ અમદાવાદના મોટેરામાં 800 કરોડ રૂપિયાની કિંમતેથી બનેલા ક્રિકેટ સ્ટેડિયમનુ ઉદઘાટન કરશે.

આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ આવી ચૂક્યા છે ગુજરાત

આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ આવી ચૂક્યા છે ગુજરાત

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના પ્રધાનમંત્રી શિંજો અબે અને ઈઝારયલના બેંજામિન નેતન્યાહૂ પણ ગુજરાત આવી ચૂક્યા છે. આ બધાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાતે કાર્યકર્મોમાં ભાગ લીધો. હવે જો ટ્રમ્પ અમદાવાદ આવે તો ગુજરાત પહેલી વાર કોઈ અમેરિકી રાષ્ટ્રપતિના સ્વાગત માટે યજમાન બનશે.

આ પણ વાંચોઃ 2 દિવસ ભારતમાં શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો આખું ટાઈમ ટેબલઆ પણ વાંચોઃ 2 દિવસ ભારતમાં શું કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો આખું ટાઈમ ટેબલ

English summary
Trump-modi ahmedabad visit: 1-2 lakhs people will be participating in the 22-km roadshow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X