BTPના બંને ધારાસભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો, કહ્યું- અમારાં કામ નથી થયાં
ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ પર આજે મતદાન થયું. કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા હતા. ભાજપે 3 સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું જ્યારે કોંગ્રેસ બે સીટ માંડ જીતી શકે તેમ હતી ત્યાં બીટીવીના છોટૂભાઇ વસાવા અને તેમના પુત્ર મહેશ વાસાવાએ મતદાન ના કરવાનું નક્કી કરી લીધું. ચૂંટણી પહેલા જ બીટીપીના નેતાઓએ કહ્યું હતું કે જ્યાં સુધી પ્રવાસીઓ, આદિવાસીઓ અને દલિતોના કલ્યાણના કામ થશે તેવું લેખિતમાં અમને આશ્વાસન આપવામાં નહિ આવે ત્યાં સુધી અમે મતદાન નહિ કરીએ.
ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી છોટૂભાઇ વસાવાને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આખરે છોટૂભાઇ વસાવાએ જણાવી દીધું કે તેઓ હવે મતદાન નહિ કરે. છોટૂભાઇ વસાવાએ કહ્યું કે બંને પક્ષોએ અમારો સંપર્ક કર્યો હતો, જ્યાં જરૂર પડશે ત્યાં અમે આંદોલન પણ કરશું. હવે અમે મતદાન નહિ કરીએ. અમારાં કામ નથી થયાં.
જણાવી દઇએ કે માંગણીઓ ના સંતોષાતાં BTPએ મતદાનના બહિષ્કાર કરવાનોનો નિર્ણય લીધો છે. બીટીપીએ મતદાન ના કરતાં ભાજપને આડકતરી રીતે ફયદો થયો છે. ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જીત તો ફાઇનલ જ હતી પણ ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જેમને ઉમેદવાર બનાવવા પાછળનો ઉદ્દેશ્ય કોંગ્રેસી ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કરાવવાનો હતો. જો કે છોટૂભાઇ વસાવા અને મહેશ વાસાવાએ મતદાનનો બહિષ્કાર કરતાં નરહરી અમીનની પણ જીત નિશ્ચિત થઇ ગઇ છે. કોંગ્રેસના બીટીપીના ધારાસભ્યોના આ નિર્ણયથી કોંગ્રેસના ભરતસિંહ સોલંહીને જબરો ઝાટકો લાગ્યો છે, તેમની હાર નક્કી છે.
Gujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ