For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકીને હત્યામાં સામેલ બે વ્યકિત કાળા રંગની કાર સાથે ઝડપાયા અને મુખ્ય આરોપી ફરાર

સુરતમાં ગત 6 એપ્રિલના રોજ પાંડેસરા વિસ્તારમાં 11 વર્ષની અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના શરીર પર 86થી વધારે ઇજાના નિશાન જોવા મળ્યા હતા.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સુરતમાં ગત 6 એપ્રિલના રોજ પાંડેસરા વિસ્તારમાં 11 વર્ષની અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના શરીર પર 86થી વધારે ઇજાના નિશાન જોવા મળ્યા હતા અને તેના પર બળાત્કાર કરાયાનું પણ ફલિત થયુ હતું તેની હત્યા ગળુ દબાવીને કરવામાં આવ્યું હોવાનું પણ ફોરેન્સીક પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું હતું.

જો કે પાંડેસરા પોલીસ લાશ મળ્યાના 10 દિવસ બાદ પણ બાળકીની ઓળખ છતી કરી શકી નહોતી ત્યારે આ કેસ સુરત ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી અને આ તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ હતી. જેમના દ્વારા ટેકનીકલ સર્વેલન્સ કરવામાં આવ્યુ હતુ અને પોલીસે સીસીટીવી કેમેરા અને મોબાઇલ લોકેશનનને આધારે તપાસ કરતા બુધવારે મહત્વના પુરાવા હાથ લાગ્યા હતા. જેના આધારે એક કાળા રંગની સેવરોલેટ કારને ટ્રેક કરીને બે વ્યકિતની અટકાયત કરી હતી અને તેમની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ બાળકી ઉત્તરપ્રદેશની છે અને તેની માતા સાથે તે સુરત જીઆઇડીસીમાં આવેલી માર્બલ કંટીગની ફેક્ટરીમાં કામ કરવા માટે આવી હતી.

બાળકીની હત્યા

બાળકીની હત્યા

બાળકીની હત્યા પાછળ તેના કાકાની સંડોવણી પણ બહાર આવી છે. જો કે હાલ તે રાજસ્થાન તરફ ફરાર થઇ ગયાનું જાણવા મળ્યું છે. જપ્ત કરેલી કાર લાશને રફેદફે કરવામાં ઉપયોગમાં લેવામાં આવી હતી.

કેસમાં ખુબ મહત્વની સફળતા

કેસમાં ખુબ મહત્વની સફળતા

આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના એડીશનલ ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આ કેસમાં ખુબ મહત્વની સફળતા મળી છે અને હાલ કેસની તપાસ ચાલુ છે. જો કે ટુંક સમયમાં બાળકીની હત્યા અને રેપ અંગેના તમામ ખુલાસા જાહેર કરી દેવામાં આવશે જો કે હાલ કેસને લઇને તમામ વિગતો જાહેર કરવી યોગ્ય નથી પણ નોધપાત્ર સફળતા મળી છે. તે વાત નક્કી છે.

સીસીટીવીના પુરતા પુરાવા પણ હાથ લાગ્યા

સીસીટીવીના પુરતા પુરાવા પણ હાથ લાગ્યા

પોલીસ પાસે આ બાબતને સીસીટીવીના પુરતા પુરાવા પણ હાથ લાગ્યા છે અને આરોપીઓના મોબાઇલ ફોન લોકેશન પણ મળ્યા છે. જેના આધારે કેસને સોલ્વ કરવામાં મહત્વની કડી મળી હતી.

નોંધપાત્ર સફળતા ક્રાઇમ બ્રાંચને હાથ લાગી છે

નોંધપાત્ર સફળતા ક્રાઇમ બ્રાંચને હાથ લાગી છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમગ્ર ગુજરાતમાં ટેકનીકલ સર્વલન્સ ટેકનોલોજીમાં સૌથી એડવાન્સ છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌથી મહત્વનો કેસ સોલ્વ કરવામાં નોંધપાત્ર સફળતા ક્રાઇમ બ્રાંચને હાથ લાગી છે.

English summary
Two people involved in the surat rape and murder were caught with a black car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X