કોરોનાનો ઈલાજ કરાવી રહેલા બે કેદી હોસ્પિટલેથી ફરાર
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર શહેરના મહાત્મા ગાંધી સરકારે હોસ્પિટલેથી બે કેદી ફરાર થઈ ગયા છે. બંને કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ પોતાનો ઈલાજ કરાવવાને બદલે મોકો મળતાં બંને કેદી હોસ્પિટલેથી ફરાર થઈ ગયા છે. સીસીટીવી ફુટેજથી આ માલૂમ પડ્યું કે આ બંને કેદીઓએ ફરાર થવા માટે ચાદરના સહારેથી હોસ્પિટલના પરિસરથી ભાગી ગયા.
હાલ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન બંનેને શોધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જેલના 60 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તમામને સરકારી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે 5 વાગ્યે આમાંથી 2 કેદી ફરાર થઈ ગયા. એટલું જ નહિ, બધા કેદીઓની ગણતરી થઈ ત્યારએ આ બંને કેદી ફરાર થયા હોવાનું માલૂમ પડ્યું.
તપાસ દરમ્યાન માલૂમ પડ્યું કે બંને કેદીએ ચાદરના સહારે લટકીને બીજા માળેથી નીચે ઉતર્યા હતા. જો કે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ના હોવાના કારણે વધુ માહિતી નથી મળી શકી. પરંતુ બંનેને રસ્તામાં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
ગુજરાતમાં કૃષિ બિલનો વિરોધ શરૂ, પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત
આ કેદીઓ માટે વોર્ડની આસપાસ ખાસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. એવામાં તે બંને ચાદરથી નીચે ઉતરીને ભાગી ગયા તો કોઈએ જોયા કેમ નહિ? લોકોમાં આ સવાલ ઉઠી રહ્યો છે. સીસીટીવીમાં બંનેએ કપડાં પણ બદલી નાખ્યાં હોવાનું જણાઈ રહ્યું છે, એવામાં કોઈ ત્રીજા વ્યક્તિએ ભાગામાં મદદ કરી હોવાની આશંકા જતાવવામા આવી રહી છે.