જમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાનની ફાયરિંગમાં 2 જવાન શહીદ, 4 નાગરિક ઘાયલ
જમ્મુ કાશ્મીરના બારામુલાના ઉરી અને રામપુર સેક્રટરમાં પાકિસ્તાની સેનાએ શુક્રવારે સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યુ. જેમાં બે જવાન શહીદ થઈ ગયા છે. એક અન્ય જવાન અને ચાર નાગરિક પણ ઘાયલ થયા છે. સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. આમાં પીઓકેમાં પાકિસ્તાનની અમુક ચોકીઓ નષ્ટ થઈ હોવાની સૂચના છે. પાકિસ્તાને સેનાની અગ્રીમ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ભીષણ ગોળીબાર કર્યો હતો.
સૈન્ય પ્રવકતાએ કહ્યુ કે પાકિસ્તાને રામપુર સેક્રટરમાં એક મે,2020ના રોજ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરીને ગોળીબાર કર્યો. જેમાં આપણા બે જવાન શહીદ થઈ ગયા. સેના તેંમના આ બલિદાનને સલામ કરે છે. આ જવાન એ ત્રણ જવાનોમાં શામેલ છે જે શુક્રવારે સાંજે પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થઈ ગયા હતા. શુક્રવાે સૈન્ય પ્રવકતા રાજેશ કાલિયાએ એક નિવેદનમાં કહ્યુ કે, '1 મે, 2020ના રોજ બપોરે લગભગ 3.30 વાગે પાકિસ્તાને બારામુલ્લા જિલ્લાના રામપુર સેક્ટરમાં સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.'
પાકિસ્તાને સેનાની અગ્રીમ ચોકીઓને નિશાન બનાવી. મોર્ટાર અને એલએમજી જેવા હથિયારોથી ગોળીબાર કર્યો. પાકિસ્તાન તરફથી છેલ્લા અમુક દિવસોથી જમ્મુમાં રાજૌરી તેમજ પુંછ તછા કાશ્મીરમાં બારામુલા, કુપવાડા તેમજ બાંદીપોરા જિલ્લામાં એલઓસી પર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગોળીબારની આડમાં પાકિસ્તાન વધુને વધુને આતંકીઓને આ પાર ધકેલવાના ષડયંત્રમાં લાગેલુ છે. ઘણા વિસ્તારોમાં ગોળીબારથી અફડાતફડી અને દહેશતનો માહોલ બનેલો છે. એક સ્થાનિક નાગરિકનુ કહેવુ છે કે આ વખતે ઉરી ટાઉન સુધી પણ એલએમજી ફાયર પહોંચ્યા છે. અમુક ગોળીઓ તેમના ઘરે પણ લાગી જેમાં મકાનના કાચ તૂટી ગયા. બીજા અમુક મકાનોને પણ નુકશાન થયુ છે.