For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારના પ્રયાસોથી ગરીબ મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી કાયમી મુક્તિ મળી

સરકારના પ્રયાસોથી ગરીબ મહિલાઓને ચૂલા ફૂંકવામાંથી કાયમી મુક્તિ મળી

By Desk
|
Google Oneindia Gujarati News

દેશભરમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને આંખોની રોશનીની ચિંતા કરી ગરીબ અને મધ્યમવર્ગના જરૂરિયાતમંદ પરિવારોને મફત ગેસની સુવિધા આપવાની યોજના એટલે પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના. રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવતી આ યોજના દ્વારા મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શન સિલિન્ડર આપવામાં આવે છે. રાજ્યમાં 36.41 લાખથી વધુ મહિલા લાભાર્થીઓને આ મફત ગેસ કનેક્શન મેળવ્યા છે.

ujjawala yojana

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો છે. દેશભરમાં 8 કરોડથી વધુ ગેસ સિલિન્ડર કનેક્શન આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા છે. જેના કારણે, સેંકડો પરિવારની મહિલાઓને પરંપરાગત લાકડાના ચૂલા અને ઇંધણ નો વપરાશ કરવા માંથી મુક્તિ મળી છે અને તેના બદલે રાંધણ ગેસનો વપરાશ કરવા લાગી છે. આ યોજના ના પરિણામે અસંખ્ય મહિલાઓના સ્વાસ્થ્યને પણ મોટો ફાયદો થયો છે.

ઉજ્જવલા યોજનાની પ્રથમ તબક્કા માં રાજ્યમાં ભારે સફળતા મળતાં 28.97 લાખથી વધુ પરિવારોને મફત ગેસ અને સિલિન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દેશભરમાં મહિલાઓને 1 કરોડથી વધુના ગેસ કનેક્શન આપવામાં આવશે. બીજા તબક્કામાં પણ ગુજરાતમાં 7.43 લાખથી વધુ પરિવારની મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન વિતરણ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારની સહાય અને પ્રયાસોથી રાજ્યમાં ઉજ્જવલા યોજના દ્વારા 36.41 લાખ પરિવારની મહિલાઓને મફત ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 2.79 લાખ જેટલા ગેસના સિલિન્ડર તદ્દન મફત વિતરણ કરાયા છે, તો, દાહોદ જિલ્લામાં 2.19 લાખ ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે.

ગાંધીનગર એજન્સી સંચાલક સુનિલભાઇએ જણાવ્યું હતુ કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં કોઇ મહિલાને ધૂમાડામાં ગુંગળામણ અનુભવવી પડે અને ઝેરી ધૂમાડાના કારણે કોઇ મહિલાઓને આંખોની રોશની ગુમાવવી ન પડે તે માટે આ યોજનાનો મોટી સંખ્યામાં લાભ આપવા જણાવ્યું છે. ઉજજ્વલા યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવનાર મહિલાને 3200 રૂપિયાની કિંમતના ગેસ સિલિન્ડર, સગડી સહિતના સાધન સામગ્રી આપવામાં આવે છે. સરકાર દ્વારા 1600 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, જ્યારે 1600 રૂપિયા ઓઇલ કંપનીઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાના વિમળાબેને ઉજજ્વલા યોજના વિશે જણાવ્યું હતુ કે, અમારા ગરીબ પરિવારમાં ગેસ સિલિન્ડર ભરવાના પૈસા ન હોવાના કારણે અમો લાકડાંનો ઉપયોગ કરીને રાંધણ કરતાં હતા. પરંતું, સરકારની આ યોજના દ્વારા અમોને તદ્દન મફત ગેસ ભરેલો બાટલો, સગડી, રેગ્યુલેટર સહિતના સાધનો મળવાના કારણે હવે અમે રસોઇ કરવા ગેસના બાટલા દ્વારા જ કરીએ છીએ. ચૂલા સળગાવવા અને ઇંધણ ભેગાં કરવા જવામાંથી સંપુર્ણ મુક્તિ મળી છે.

ધુમાડા રહિત ગ્રામીણ ભારતની કલ્પના સાકાર કરવા અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓને પરંપરાગત લાકડાના બળતણમાંથી મુક્તિ આપતી આ યોજના મહિલાઓને સ્વાસ્થ્ય જાળવી રાખનારી અને લાકડાંના બળતણમાંથી પેદા થતાં ઝેરી ધુમાડાની ઝંઝટમાંથી મુક્તિ મેળવનાર બહુ મહત્વપુર્ણ સમાજ કલ્યાણ યોજના સિદ્ધ થઇ છે.

English summary
PMUY Ujjawala Yojana made life easy for house wifes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X