
આત્મનિર્ભર યોજના અતર્ગત રાજ્ય સરકારે 2500 કરોડથી વધુની લોન આપી, 2 લાખથી વધુ લાભાર્થીઓ!
28 મેંના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહકાર સંમેલનમાં સહકારી સંસ્થાઓના 10 હજાર પ્રતિનિધિઓને સંબોધિત કરશે. રાજ્યના નાગરિકોને સહકારી સંસ્થાઓ દ્વારા નાણા ધિરાણ સહિતની સુવિધાઓનો લાભ મળ્યો છે. કોરોનાને કારણે લોકડાઉનના પરિણામે ગુજરાતમાં વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોના ધંધા રોજગારને વ્યાપક પ્રમાણમાં પ્રતિકૂળ અસર થઇ હતી. આ પરિસ્થિતનેનિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામા આવી હતી. જેમાં સહકારી સંસ્થાઓએ મોટી ભૂમિકા નિભાવી છે.
સરાકાર આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ સરકારે ૧૬૭૮૦૨ લાભાર્થીઓને ૧૫૬૫.૪૮ કરોડનું ધિરાણ આપ્યુ છે. આ પૈકી ૧૫૦.૪૧ કરોડનું વ્યાજ ચૂકવ્યુ છે. આ સિવાય આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ ૩૮૪૮૮ લાભાર્થીઓને ૯૪૧.૫૧ કરોડનું ધિરાણ મંજૂર કરાયું છે, જેનું ૫૮.૯૫ કરોડનું વ્યાજ ચૂકવાયુ આવ્યું છે. આ યોજનાને સફળ બનાવવા માટે સહકારી બેન્કોએ મોટી ભૂમિકા ભજવી છે. અહીં જણાવી દઈએ કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 હેઠળ લાભાર્થીઓને 1 લાખ ધિરાણ અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ 2.5 લાખ ધિરાણ અપાયુ છે.
આ મુદ્દે વાત કરતા લાભાર્થીઓ હરિશચંદ્રભાઈ દરજી જણાવે છે કે, હું દરજીકામ કરું છું. લોકડાઉનમાં મારે કામગીરી બંધ થઇ ત્યારે ધંધા માટે અમુક વસ્તુઓ લેવા માટેના રૂપિયાનું પેમેન્ટ બાકી હતું. સરકારે આ યોજનાથી મને આર્થિક સહાય કરી તો મારું પેમેન્ટ ક્લીયર થઇ ગયું અને અત્યારે કોરોનાના સમયગાળામાં મને બહુ સારો ફાયદો થયો. અત્યારે મારો રોજગાર સારી રીતે ચાલી રહ્યો છે.
આ મુદ્દે વાત કરતા સહકારી મંડળીના રજીસ્ટ્રાર ડી.કે.રાકેશે જણાવ્યુ કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ યોગ્ય રીતે જમીન સુધી પહોંચાડવા માટે સહકારી બેન્કોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. લોકડાઉન સમયે તાત્કાલિક લોનની ચૂકવણી થાય અને લાભાર્થીને નિર્ધારિત સમયમાં નાણા મળે તેની પણ ખાતરી કરવામા આવી હતી. તેના લીધે નાના ધંધાર્થીઓને સમયસર ફંડ મળ્યું અને તેમને આ કપરો સમય પસાર કરવામાં ખૂબ રાહત થઇ હતી.