For Quick Alerts
For Daily Alerts
નવસારીના વિજલપોરમાં કચરાપેટીમાંથી મળ્યું બાળકીનું ભ્રૂણ
દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના વિજલપોરમાંથી કચરા પેટીમાંથી ભ્રૂણ મળી આવ્યું છે. આજે સવારે નવસારીના વિજલપોર વિસ્તારના ચંદનવન પાસેની એક કચરા પેટીમાંથી આ ભ્રૂણ મળી આવતા ભ્રૂણને જોનારામાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આ ભ્રૂણ કોણ મૂકી ગયું તેની તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સરકારની બેટી બચાવો દેશ બચાવો જાહેરાતો છતાં રાજ્યમાં અવારનવાર કોઇને કોઇ જગ્યાએથી બાળકીના ભ્રૂણ મળી આવતા હોય છે.