For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યા યોગ

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 8માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી.

|
Google Oneindia Gujarati News

નર્મદાઃ સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 8માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, ગુજરાતી કલાકાર કિંજલ દવે અને આદિત્ય ગઢવી સહિતના લોકો જોડાયા.

Mansukh Mandaviya

પોરબંદરમાં દરિયાકિનારે યોગ દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર ચોપાટી ખાતે યોગ દિવસુનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. દરિયાકિનારે થયેલા યોગનો અદભૂત નઝારો સામે આવ્યો. આ ઉજવણીમાં મહિલાઓ, પુરુષો અને દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

Mansukh Mandaviya

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી. જેમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 7500થી વધુ લોકોએ ભાગ લીધો.

Mansukh Mandaviya

તમને જણાવી દઈએ કે આ વખતે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક અને શૈક્ષણિક મહત્વ તેમજ કુદરતી સૌદર્ય ધરાવતા 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે અને એક સાથે સવા કરોડ નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં જોડાયા હતા. યોગ માટે રાજ્યના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરવામાં આવી.

જેમાં 18 સ્થળો ઐતિહાસિક સ્થળો, 17 ધાર્મિક સ્થળો, 22 પ્રવાસન સ્થળો, 17 કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે. દરેક શહેર, જિલ્લા શૈક્ષણિક સંસ્થાઓ પોલિસ હેડ ક્વાર્ટર અને તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાની અમૂલ્ય યોગદાન આપ્યુ.

English summary
Union Health Minister Dr. Mansukh Mandaviya performs Yoga at the Statue of Unity in Kevadiya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X