
અષાઢી બીજે રૂપાલ ગામ ખાતે અમિત શાહના હસ્તે રૂપાલ અને વાસણ ગામના તળાવના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાશે
કેન્દ્રીય સહકારીતા અને ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદિય મત વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે અષાઢી બીજના પાવન દિવસે ખાસ ઉસ્થિત રહેશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલા ગાંધીનગરના સાસંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાની મંગળા આરતીોમા ભાગ લેશે. ત્યાર બાદ ગાંધીનગર જિલ્લાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂ્ર્ત કરશે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સઇજ ખાતે સ્વામિનારાયણ યૂનિવર્સિટીના એડમીશન બ્લોકનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ રૂપાલમાં વરદાયિની માતા મંદિરના બ્યુટિફિકેશન કાર્યનો પણ પ્રાંરંભ કરાવશે. વાસણા ગામ ખાતે તળાવના નવીનીકરણ અને બ્યીટિફિકેશનનું ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર સિવલમાં ભારત સરકારની સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ કરશે. અમદાવાદ નારણપુરા ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. મોડાસા ગામ ખેત તળાવનું નવીનીકરમણ અને ખાત મુહૂર્ત કરશે. તેમજ ગાંધીનગરના યોજનાના લાભાર્થીઓને રાધણ ગેસ કિટનું વિતરણ, થેલેસિમિયા જાગૃતિ અભિયાનનો પ્રારંભ અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.
અષાઢી બીજના પાવન પર્વે ગામમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં યોજાનાર કામની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. ૦૧, જુલાઇ, - અષાઢી બીજના દિવસે રૂપાલ ગામના તળાવ બ્યુટિફિકેશન કામનું ખાતમુર્હૂત કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે થનાર છે. આ સાથે રૂપાલથી નજીક આવેલા અને વાસણિયા મહાદેવથી વિશ્વ વિખ્યાત બનેલા વાસણ ગામના તળાવનું પણ બ્યુટિફિકેશન કાર્યનો આરંભ પણ આ સંકુલમાંથી કેન્દ્રીય મંત્રીશ્રી કરાવશે.
કેન્દ્રીય મંત્રીને દાતાઓ દ્વારા તેમને તેમના વજન જેટલા ચાંદીથી તોલવામાં આવશે. મંત્રીશ્રી આ તમામ ચાંદી મંદિરમાં દાન સ્વરૂપે અર્પણ કરશે. આ તમામ ચાંદીના રૂપિયા મંદિરના વિકાસ કાર્યમાં ખર્ચે કરવામાં આવશે. હાલમાં દાતાશ્રીઓ દ્વારા ૧૨૦ કિલોગ્રામ ચાંદી નવ દાતઓ દ્વારા આપવામાં આવ્યું છે.