
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 279 કરોડના વિકાસના કાર્યોની ભેટ
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન પોતાના મત વિસ્તામાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ગાંધીનગરના સાસંદ અમિત શાહ કેન્દ્રના ગૃહ અને સહકારી મંત્રી હોવા છતા પોતાના મત વિસ્તારની મુલાકાત લઇને તેના વિકાસના કામો પર અને નાગરીકોની સૂખાકારી પર સતત નજર રાખીને કામ કરે છે.
ગાંધીનગરન મહાનગરપાલિકાના નવા ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા તથા ગટરના પાણીના શુદ્ધિકરણ અને નિકાલ કરવાના અંદાજીત રૂપિયા ૧૯૩ કરોડના ૧૫ કામોનું ખાતમુહૂર્ત : રૂ.૮૫.૯૯ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, દરેક ક્ષેત્ર- હરેક નાગરિક- હરેક વિસ્તારને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના હોલિસ્ટિક ડેવલપમેન્ટની દિશા ગુજરાતે લીધી છે. નગરો-મહાનગરોના સર્વગ્રાહી વિકાસ માટે શહેરી વિકાસમાં ૧૪ હજાર કરોડથી વધુનું બજેટ ફાળવ્યુ છે. જ્યા માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે લોકહિત કામોના અથાક પરિશ્રમની કાર્યસંસ્કૃતિ વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસાવી છે.
નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ ત્રણ દિવસમા આવી જશે. સંગઠનની ક્ષમતાના આધારે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સરકારની યોજનાઓ સંગઠનના લોકો સમાજ સુધી લઇ જાય છે અને સમાજની સમસ્યાઓને સંગઠનના લોકો સરકાર સુધી પહોંચાડે છે.
અમિતભાઈ શાહે કહ્યુ હતુ કે, અગાઉની સરકારોએ 'ગરીબી હટાવો'ના માત્ર નારા આપ્યા, પરંતુ ગરીબી હટી નથી શકી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠ વર્ષમાં દરેકના ઘર સુધી અનેક સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. ગેસનો ચૂલો ઘરે ઘરે પહોંચ્યો છે. ગરીબો અને જરૂરીયાતમંદ નાગરિકોના બેંકના ખાતાઓ ખુલ્યા છે,
ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, ગાંધીનગર મહાનગપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધા વધે તે હેતુ રૂ. ૧૯૩ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૮૫ કરોડથી વધુના લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યા છે.