• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉંઝામાં વિધવા સાથે સામૂહિક બળાત્કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
ઉંઝા, 27 ડિસેમ્બર: ગુજરાતના ઉંઝા જિલ્લામાં 37 વર્ષીય વિધવા સાથે સામૂહિક બળાત્કાર ગુજારી તેના પ્રેમીને નગ્ન કરીને નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉંઝા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા અને તેનો પ્રેમી એક ગાડીમાં બેસીને એક-બીજા સાથે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે બે અજાણ્યા યુવકોએ તેમને ચાકૂ બતાવીને બંનેને નિર્વસ્ત્ર કરી યુવાનને છરીના ઘા મારી ઘાયલ કર્યો હતો તેમજ મહિ‌લા પર પાશવી દુષ્કર્મ આચરી બંનેને નિર્વસ્ત્ર હાલતમાં બંધક બનાવી કાંટાળી વાડમાં ફેંકી દીધાં હતાં.

બુધવારે સવારે બંનેને ઊંઝા બાદ મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. ઊંઝા પોલીસે મહિ‌લાના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ તેમજ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા શખ્સોએ મહિલાના પ્રેમને નગ્ન કરી ઢોરમાર માર્યો હતો. એક યુવકે મહિલાના હાથ પગ બાંધીને સાડી વડે બાંધી વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના રાત્રે નવ થી અગિયાર વાગ્યા સમયગાળા દરમિયાન ઘટી હતી.

સવારના સમયે લોકોએ મહિલાની ચીસ સાંભળી હતી અને ત્યારબાદ પોલીસ જાણ કરી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં બળાત્કારીઓની ઉંમર 25-30 વર્ષ હોવાનું જણાવ્યું છે. મહિલાના પ્રેમીને બેભાન અવસ્થામાં પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

English summary
A 37-year-old dalit widow from Unjha in Mehsana district has alleged that she was raped by two youths on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X