For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ નરાધામ જયેશ પટેલનો બે વાર થશે મેડિકલ ચેકઅપ?

|
Google Oneindia Gujarati News

પારૂલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક જયેશ પટેલને આજે પોલિસ ફરી તેના મેડિકલ ચેકઅપ માટે લઇ ગઇ છે. નોંધનીય છે કે આ જયેશ પટેલનો બીજો મેડિકલ ચેકઅપ છે. મંગળવારે રાત્રે ધરપકડ બાદ બુધવારે પોલીસ જયેશ પટેલને વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ ગઇ હતી. પણ તેમાં જયેશ સહકાર ન આપતા તેનો હાલ બીજી વાર મેડિકલ ટેસ્ટ થઇ રહ્યો છે. નોંધનીય છે કે પારૂલ યુનિવર્સિટીના પૂર્વ સંચાલક જયેશ પટેલ પર તેની જ યુનિવર્સિટીમાં ભણતી 21 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. ત્યારે વાધોડિયા ખાતે પોતાના મેડિકલ ટેસ્ટ દરમિયાન જયેશ પટેલે ડોક્ટર્સને બિલકુલ પણ સહકાર નહતો આપ્યો. જેના કારણે તેનો ફરીથી મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યો છે.

નરાધામ જયેશ પટેલ પકડાયો, જાણો કેવી રીતે પાર પાડતો તે દુષ્કર્મ

આ અંગે વડોદરા જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, જયેશ પટેલના વીર્ય, ડીએનએ, બ્લડ સેમ્પલ, બ્લડ પ્રેસર, ડાયાબિટિસ સહિતના ટેસ્ટ હોસ્પિટલ લેવાના હતા હતાં. પરંતુ આરોપી જયેશ પટેલે સહકાર આપ્યો નથી." ત્રણ ત્રણ કલાક સુધી રાહ જોવા છતાં વીર્ય ટેસ્ટમાં જયેશ પટેલે સહકાર ન આપતા તેનો આ ટેસ્ટ ફરીથી લેવામાં આવી રહ્યો છે. ત્યારે કેમ આ વીર્ય ટેસ્ટ મહત્વનો છે તે વિષે વધુ જાણો અહીં...

30 જૂન સુધી કિસ્ટડી

30 જૂન સુધી કિસ્ટડી

નોંધનીય છે કે ગઇકાલે જયેશ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અને તે સમયે પોલિસે જયેશની 14ની રિમાન્ડની માંગણી કરી હતી પણ નામદાર કોર્ટે જયેશને 30 જૂન સુધીની પોલિસ કસ્ટડી આપી છે.

વીડિયો વાયરલ

વીડિયો વાયરલ

નોંધનીય છે કે કેટલાક મીડિયા તંત્ર દ્વારા જયેશ પટેલનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં જયેશ પટેલ હિડન કેમેરા આગળ પોતાના રેપની માફી માંગતો જોવા મળે છે. જો કે આ વીડિયોની યથાર્થતા છેવટે તો કોર્ટમાં જ સ્પષ્ટ થશે.

જયેશ પટેલ-સોશ્યલ મીડિયા

જયેશ પટેલ-સોશ્યલ મીડિયા

જો કે સોશ્યલ મીડિયા પર પણ જયેશ પટેલના નામના અનેક જોક્સ અને ટ્વિટ ફરતી થઇ છે જેમાં જયેશ પટેલના આ દુષ્કર્મને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો છે.

મેડિકલ રિપોર્ટ

મેડિકલ રિપોર્ટ

ત્યારે હાલ તો ખાલી મેડિકલ રિપોર્ટમાં તેના ડીએનએ, બ્લડ સેમ્પલ, બ્લડ પ્રેસર, ડાયાબિટિસના રિપોર્ટ જ મળ્યા છે. સાથે જ જયેશ પટેલના ગુપ્તાંગની આસપાસના વાળ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે. જો કે વીર્ય ટેસ્ટ માટે ફરીથી જયેશનો મેડિકલ રિપોર્ટ લેવામાં આવશે.

કેમ છે વીર્ય ટેસ્ટ મહત્વનો?

કેમ છે વીર્ય ટેસ્ટ મહત્વનો?

નોંધનીય છે કે જે 21 વર્ષીય યુવતીએ નરાધામ જયેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને જયેશ પટેલના વીર્ય ટેસ્ટ બાદ આ આખો કેસ પાણીની જેમ સ્પષ્ટ થઇ જશે.

English summary
Update: jayesh patel refuse for medical check up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X