જાણો કેમ હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે અને શું છે આખો મામલો

Posted By:
Subscribe to Oneindia News

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા હાર્દિક પટેલની મુશ્કેલીઓ હવે વધી છે. તેમના આ જ વિવાદાસ્પદ નિવેદનોના કારણે તેમની પર સંગીન આરોપ લાગ્યા છે. પાટીદારો માટે અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલની રવિવારથી પોલિસ કસ્ટડીમાં છે. રાજકોટ કોર્ટમાં તેમને રજૂ કરાયા બાદ સૂરત પોલિસ તેમને સુરત પોતાની કસ્ટડીમાં આજે સુરત લઇ ગઇ છે. અને આજે હાર્દિકને સુરત કોર્ટમાં રજૂ કરાશે જે બાદ જ તેમના બહાર છૂટવાની શક્યતા સ્પષ્ટ થશે.

પોલિસને જ મારી નાખો કહેનાર હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ

 

નોંધનીય છે કે હાર્દિક પટેલની અટક બાદ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગ ચાંપીની ધટનાઓ થઇ હતી. પાટીદારોના મતે હાર્દિક પટેલને ખોટી રીતે ફસવામાં આવ્યો છે. એટલું જ નહીં હાર્દિકને જલ્દી જ છોડવામાં નહીં આવે તો પાટીદારો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ પાટીદાર નેતાઓ ઉચ્ચારી ચૂક્યા છે.

જાણો ગુજરાત મોડેલ પર હાર્દિક પટેલે મુખ્યમંત્રી કેવા સવાલો કર્યા!

ત્યારે આ સમગ્ર મુદ્ગો શું છે. કેમ રવિવારથી હાર્દિક પટેલ પહેલા રાજકોટ પોલિસની કસ્ટડીમાં અને પછી સુરત પોલિસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. તે વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં...

કેમ થઇ હાર્દિકની અટક
  

કેમ થઇ હાર્દિકની અટક

રવિવારે હાર્દિક પટેલની રાજકોટ પોલિસે અટક કરી. ત્યારે તેની પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.

શું હતો આરોપ
  

શું હતો આરોપ

હાર્દિકે રાષ્ટ્રધ્વજનો ઊંધો પકડ્યો હતો. તેના પગને રાષ્ટ્રધ્વજ અડ્યો હતો. અને તેણે રાષ્ટ્રધ્વજનો ડંડા તરીકે ઉપયોગ કર્યો હતો. જો કે પાટીદાર નેતાઓનું માનીએ તો તેમનું કહેવું છે હાર્દિકથી આ અજાણતા થયું છે. અને તે આ અંગે માફી પણ માંગી ચૂક્યો છે. તેમ છતાં સરકાર આ વાતને મોટું સ્વરૂપ આપી રહી છે.

રાજકોટની કોર્ટમાં શું થયું?
  
 

રાજકોટની કોર્ટમાં શું થયું?

રાષ્ટ્રધ્વજના અપમાન કેસમાં સોમવારે હાર્દિક પટેલને રાજકોટની કોર્ટમાં રજૂ કરાયો હતો. જે બાદ જેને જામીન મળ્યા હતા અને તેને છોડવામાં આવ્યો હતો.

તો હાલ કેમ કસ્ટડીમાં છે?
  

તો હાલ કેમ કસ્ટડીમાં છે?

રાજકોટ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સુરત પોલિસે હાર્દિકની અટક કરી હતી. અને તેને સુરત લઇ જવામાં આવ્યો હતો. સુરતથી 25 કિલોમીટર દૂર હજારા પોલિસ સ્ટેશનમાં આજે સવારે તેને લાવવામાં આવ્યો.

દેશદ્રોહનો આરોપ
  

દેશદ્રોહનો આરોપ

હાર્દિક પટેલની સુરત પોલિસે એટલા માટે અટક કરી છે કારણ કે તેની પર સુરતમાં દેશદ્રોહનો આરોપ છે. જેમાં પોલિસ ખુદ આ વાતની ફરીયાદી બની છે.

હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાન્ચે કરી તપાસ
  

હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાન્ચે કરી તપાસ

સુરત લાવ્યા બાદ હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે હાર્દિક પટેલે સુરતમાં આત્મહત્યા કરતા એક પટેલ યુવકને પોતે મરવાના બદલે બે-ત્રણ પોલિસકર્મીઓને મારી નાખ તેવું વિવાદાસ્પદ નિવેદન આપવાના દેશદ્રોહનો આરોપ લગાવામાં આવ્યો છે.

તો હવે શું થશે?
  

તો હવે શું થશે?

હાર્દિક પટેલની અટકથી એક બાજુ જ્યાં પટેલમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યાં જ બીજી તરફ આજે તેને ફાસ્ટ કોર્ટમાં હાજર કરવામાં આવશે. જે બાદ કોર્ટ હાર્દિક પટેલ પર રાષ્ટ્રદોહના આરોપ પર કાર્યવાહી કરશે.

English summary
Update on Sedition Complaint Against Hardik Patel
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.