ઈવાંકાને પૂછ્યુ કેવો લાગ્યો ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ, જાણો શું બોલી ટ્રમ્પની દીકરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા, દીકરી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર પણ આવ્યા છે. ભારત આવ્યા બાદ તે સૌથી પહેલા સાબરમતી આશ્રમ પહોંચ્યા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમની સાથે હતા. ત્યારબાદ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ટ્રમ્પ અને પીએમ મોદીએ લોકોને સંબોધિત કર્યા.
આ દરમિયાન જ્યારે કાર્યક્રમ ખતમ થયો તો રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાંકાને પૂછવામાં આવ્યુ કે તેમને નમસ્તે કાર્યક્રમ કેવો લાગ્યો. જેના જવાબમાં તેમણે કહ્યુ કે તેમને આ કાર્યક્રમ બહુ શાનદાર લાગ્યો છે. ઈવાંકા પહેલા પણ ભારત આવી ચૂકી છે. તેમછતાં ટ્રમ્પ અને તેમના પરિવાર વિશે ભારતના લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી. આ પહેલા ઈવાંકાએ કહ્યુ હતુ કે એક વાર ફરીથી ભારત આવવુ તેના માટે સમ્માનની વાત છે.
#WATCH US President Donald Trump's daughter Ivanka Trump on being asked if she enjoyed the 'Namaste Trump' event: Spectacular! pic.twitter.com/L8Q87GcQTj
— ANI (@ANI) February 24, 2020
જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો તો લોકોમાં ઘણી પ્રસન્નતા જોવા મળી. અમુક લોકો ઈવાંકા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા. ઈવાંકાના ભારતના પ્રવાસ દરમિયાન તેમની ડ્રેસની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ એટલા માટે કારણકે તે 2019માં પણ આ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ગયા વર્ષે આર્જેન્ટીનાની યાત્રા દરમિયાન તેણે આ ડ્રેસ પહેર્યો હતો.
તમને જણાવી દઈએ કે ઈવાંકા વિદેશ નીતિ સાથે જોડાયેલી બાબતોનો વધુ અનુભવ નથી. તેમછતાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશી વેપાર અને વિકાસ નીતિઓથી અજાણ નથી. ગ્લોબલ સમિટ 2017 માટે ભારત આવેલી ઈવાંકાએ પીએમ મોદીની રાજકીય સફરની ખૂબ પ્રશંસા કરી હતી. તે સાથે જ તેમણે પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરીને કહ્યુ હતુ કે તે દુનિયા માટે આશા બની ગયા છે.
આ પણ વાંચોઃ Namaste Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો આ બે ભારતીય ફિલ્મોનો ઉલ્લેખ, કહી આ વાત