રસીકરણ મહાઅભિયાન: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રસીકરણનો પ્રારંભ
દેશભરમાં આજે કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ મહાઅભિયાન અભિયાન શરૂ કરાયું છે. ગુજરાતના બધા સેન્ટરો પર રસીકરણની તૈયારીઓ પહેલા જ પૂરી કરી લેવામાં આવી હતી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લીથી દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતમાં 6 રિજનલ ડેપો તૈયાર કર્યા છે. રાજ્યમાં 161 કેન્દ્રો પર આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે અને દરેક સેન્ટર પર 100 લોકોને રસી આપવામાં આવશે.

પંચમહાલ જીલ્લામાં પણ રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માટે સ્થાનિક પ્રસાશન દ્વારા રસીકરણના આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સહેરા ખાતે આવેલા સામુહિલ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યા સાથે સંકળાયેલા લોકોને કોવિડ રસી આપવામાં આવશે, જેને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સહેરા રેફરલ હોસ્પિટલ ખાલે રસીકરણ કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. જેમા વેક્સિનેશન વોર્ડ અને નિરિક્ષણ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. અહીં જરૂરી માહિતિ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પંચમહાલ જીલ્લા તંત્ર દ્વારા રસીકરણના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં 11320 વેક્સિનનો ડોઝ ફાળવવામાં આવ્યો છે. જીલ્લામાં 9282 આરોગ્ય કર્મીઓની નોંધણી છે જે પૈકી પ્રત્યેક સેન્ટર પર 100 આરોગ્યકર્મીઓને વેક્સિન આપવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર ખાતે વડાપ્રધાનના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 161 કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે કોરોના વેક્સીન