વડોદરામાં કોંગ્રેસ ઉમેદવારની ગેરહાજરીમાં ઇવીએમ સીલ થતા ભારે હોબાળો

Subscribe to Oneindia News

ભાજપ સરકાર ઇવીએમ સાથે ચેડા કરતી હોવાની ચર્ચા વારંવાર થતી રહે છે અને ઇવીએમની સત્યાતા ઉપર પ્રશ્નો ઊભી થતા રહે છે. ત્યારે ગત રોજ જ્યાં ચૂંટણી છે તેવા વડોદરામાં સાતમી ડિસેમ્બરની મોડી રાત સુધી ઇવીએમ સિલ કરવાની કામગીરી કરીને તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની કામગીરી ચાલી હતી. જોકે આ ઇવીએમ કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં જ સીલ કરી દેવાતા કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળા મચાવ્યો હતો.

Vdodra

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં ઇવીએમ ચેક કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની કામગીરી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રાકન્ત શ્રીવાસ્તવ સ્થળે પહોંચે તે પહેલા જ ઇવીએમ સીલ કરી દેવાતા હંગામો થયો હતો.  વડોદરાની રાવપુરા બેઠકમાં આશરે 50 ઇવીએમ સીલ કરતા કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.અને એક તરફી કામ કરતુ હોવાનું કહીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું પણ જણાવ્યું હતું. બાદમાં આ ઘટનાની માહિતી મળતા જ જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર ઘટના સ્થળે આવ્યા હાત અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Congress
English summary
Vadodara: Congress leader protest, fo EVM machine issue. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.