For Quick Alerts
For Daily Alerts
વડોદરા શહેરમાં તાજી જન્મેલી નવજાત બાળકી મૃત હાલતમાં મળી
વડોદરા શહેરમાં કિશનવાડી વિસ્તારમાં વહેલી સવારે મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા ઈશ્મો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં આવા કિસ્સામાં ધીરે ધીરે વધી રહ્યા છે.
વડોદરા શહેરમાં કિશનવાડી વિસ્તાર નવજાત મૃત બાળકીને ફેંલકી દીધી હતી. પોતાનો પાપ છુપાવવા માટે કે પછી બેટીના જન્મને લઇ નવજાત બાળકીને ફેંકી દીધી છે. તેવું પ્રાથમિક દ્રષ્ટ્રિએ લાગી રહ્યું છે. પ્લાસ્ટીકની બેગમાં નવજાત બાળકી મળી આવતા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથધરી છે. ત્યારે આજના સમયમાં પણ ગુજરાત જેવા રાજ્યમાં વધી રહેલ નવજાત શિશુઓની આ રીતની હત્યા ખરેખરમાં અનેક સવાલ ઊભા કરે છે?