For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડતાલ સ્વામિનારાણ સાધુની હત્યાનો ભેદ ઉકેલાયો, 3 સગીર ઝડપાયા

વડતાલ સ્વામિનારાણ મંદિરમાં શુક્રવારના રોજ ધર્મતનય સ્વામીની હત્યા થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમની હત્યાનું કોકડું ગૂંચવાયું હતું. આ અંગે વધુ વાંચો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

વડતાલ સ્વામિનારાણ મંદિરમાં શુક્રવારના રોજ ધર્મતનય સ્વામીની હત્યા થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમની હત્યાનું કોકડું ગૂંચવાયું હતું કે, સ્વામીના રૂમમાં જ તેમની હત્યા કોણે કરી? પોલીસનો સ્નિફર ડોગ પણ સ્વામીના રૂમના દરવાજા સુધી જઈને અટકી જતો હતો. જો કે, પોલીસે સઘન તપાસ કરતા સ્વામીની સેવામાં રહેતા સગીર કિશોરને ઝડપી પાડ્યો હતો. કિશોર વયનો આરોપી હોવાથી તેનું નામ તેમજ વધારે વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ પોલીસે જણાવ્યુ હતું કે, ધર્મતનય સ્વામીની સેવામાં રહેલા કિશોરે જ તેમની હત્યા કરી છે. પોલીસ પૂછપરછમાં સ્વામીની સેવા કરતા આ કિશોરની વાતો શંકાસ્પદ લાગી હતી.

crime

તેને આધારે કડક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે કિશોરે જણાવ્યું હતું કે, કિશોર તેના મિત્રો સાથે મળીને સંતની અશ્લીલ ક્લિપિંગ્સ બનાવવા માંગતો હતો અને તે પોતાના મિત્રોને પણ લઈ ગયો હતો. તેના મિત્રો હોસ્ટેલમા રહીને ભણતા હોવાથી ચામડીના ડોક્ટરને બતાવવાનું છે, અમે કહીને સાથે મંદિરે આવ્યા હતા. આ કિશોર અવારનવાર આવતો હોવાથી કોઈને શંકા ગઈ નહોતી. તેણે સ્વામી સાથે અશ્લીલ હરકતો કરી તેને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું. આ વાતનો ખ્યાલ સંતને આવી ગયો હતો અને તેમણે ફોન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરતા કિશોર, તેના મિત્રો અને સંત વચ્ચે ઝપાઝપી થઈ હતી. કિશોરોએ પકડાઈ જવાની બીકે સંતને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા અને હત્યા કરીને પાછા નિયત સમયે હોસ્ટલ પહોચી ગયા હતા. કિશોરે જણાવ્યું હતું કે, હત્યા બાદ તેઓ ડ્રોઅર તોડીને જે મળ્યું તે લઇને ભાગી ગયા હતા.

English summary
Vadtal: 3 minors murdered Swaminarayan monk for this reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X