ભગવાનને હાથ જોડ્યા અને ઢળી પડ્યા, વડોદરા મંદિરનો વીડિયો વાયરલ
કહેવાય છે કે માણસના જીવનનો કોઈ ભરોશો નથી, હાલતો ચાલતો માણસ ક્યારે લાશ થઈ જાય તેનું કોઈ નક્કી નથી હોતુ. આવી જ એક ઘટના વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં સામે આવી છે. મંદિરમાં દર્શનાર્થે આવેલા એક વ્યક્તિએ ભગવાન સામે માથુ જુકાવ્યુ અને એવુ તો શું થયુ કે ત્યાં જ ઢળી પડ્યા?

ઘટના કંઈક એવી છે કે વલસાડના એક બિલ્ડર પત્નિ સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરતા કરતા ભગવાનને માથુ નમાવ્યા બાદ અચાનક ઢળી પડ્યા. તપાસ બાદ સામે આવ્યુ કે તેમને હદય રોગનો હુમલો આવ્યો હતો. હુમલો આવતા બિલ્ડરનું મોત થયુ હતુ.
આખી ઘટનામાં હચમચાવી મુકનારી વાત એ છે કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના 8 જુલાઈની છે. બપોરે વલસાડના બિલ્ડર જયંતીભાઈ ખેલપ વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે. ભગવાન સામે હાથ જોડીને થોડીવાર માટે તેઓ ઉભા રહે છે. બાદમાં માથું ટેકવે છે. માથું ટેકવ્યા બાદ અચાનક હાર્ટ એટેક આવતાં જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ તેમનુ મોત થાય છે.