વલસાડ પાલિકા પ્રમુખને મળ્યો ધમકી ભર્યો પત્ર, કારણ આ

Subscribe to Oneindia News

વલસાડ પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીની અને તેમના પતિને એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે. જેમાં તેમને જાનથી મારી નાખવા માટે જણાવવામાં આવ્યું છે. આ પત્ર અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યો છે. આવા લખાયેલો પત્ર પાલિકા પરિસર અને શહેરમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જો કે સોનલબેને આ અંગે પોલીસને જણાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

valsad

એટલું જ નહીં પત્રમાં 14મી એપ્રિલે સવારે પ્રમુખની હત્યા કરવાનું પણ જણાવ્યું છે. જે બાદ પ્રમુખ સોનલબેન સ્તબ્ધ થઇ ગયા હતા. નોંધનીય છે કે આ પત્રણાં અખતર શેખના નામના વ્યક્તિની સહી છે. સાથે તેમના પતિ તેજસ સોલંકીને પણ ધમકી અપાઇ છે. સહિ સાથે પ્રમુખ અને તેમના પતિ તેજસ સોલંકીને ફ્ર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ આપવાનો ઉલ્લેખ કરાયો હતો. જે બાદ સોનલ બેન અને તેમના પતિ તેજસની સુરક્ષા પોલીસ દ્વારા વધારવામાં આવી છે.

English summary
Valsad : Palika Pramukh Sonalben solanki get threat letter
Please Wait while comments are loading...