For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું ગૌરવ : વલસાડના આઠ આદિવાસી યુવકોને વિદેશમાં નોકરી મળી!!!

|
Google Oneindia Gujarati News

dubai
વલસાડ, 20 માર્ચ : સારો ઉચ્ચ અભ્યાસ કરવા છતાં આજે ઘણા યુવાનો કારમી બેરોજગારીમાં પીસાતા હોય છે. આર્થિક રીતે સામાન્ય કુટુંબના યુવાનને અનેક પ્રયત્નો છતાં પણ ક્યાંય રોજગારી ન મળે ત્યારે તે ચોક્કસ હતાશ થઇ જાય છે. આવી સ્થિતિમાં આદિવીસી યુવકો માટે શું કલ્પના કરી શકાય? આજે અહીં કોઇ નકારાત્મક નહીં પણ હકારાત્મક વાત કરવાની છે. ગુજરાતના વલસાડના પછાટ આદિવાસી વિસ્તારમાંથી આવતા આઠ જેટલા યુવકોએ રોજગારી મેળવવામાં સફળતા મેળવી છે. આ રોજગારી તેમને ગુજરાત કે દેશના અન્ય કોઇ રાજ્યમાં નહીં પણ વિદેશમાં મળી છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઑફ પ્લાસ્ટિક એન્જિનિયરીંગ ઍન્ડ ટેકનોલોજી-અમદાવાદ (CIPTE) સીપેટ ને રાજ્યના પસંદગીના જરૂરિયાતમંદ તાલુકાઓમાં વસતા અને બેકારીમાં પીસાતા યુવક/યુવતિઓને પ્લાસ્ટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગની છ માસની તાલીમ માટે ડી-સેગ દ્વારા મળેલી મંજુરી અનુસાર વલસાડ જિલ્લામાં પણ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આર્થિક રીતે પછાત એવા ઉમેદવારોને પસંદ કરી, તેમને સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું

આ સમગ્ર યોજનાને સાકાર કરવા માટે પ્રાયોજના વહીવટદાર રૂપિયા 66,000ની યુનિટ કૉસ્ટ ધરાવતા આ પ્રોજેક્ટ માટે 150 તાલીમાર્થીઓને તૈયાર કરી તેમની રહેવા-જમવાની સુવિધા સાથે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં ખાસ કેન્દ્રિય સહાય તથા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમબદ્ધ કરાયેલા આ તમામે તમામ યુવક/યુવતિઓને સો ટકા રોજગારી મળે તે માટે તાલીમી સંસ્થા દ્વારા જ કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવીને તેમને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે.

તાલીમની ફળશ્રૃતિરૂપે વલસાડ જિલ્લાના તાલીમથી સુસજ્જ થયેલા 150 તાલીમાર્થીઓને સો ટકા રોજગારી અપાવવામાં આદિજાતિ વિકાસ વિભાગને સફળતા મળી છે. આ તાલીમમાં સીપેટ દ્વારા પહેલા તબક્કામાં અલગ અલગ ફેક્લ્ટી દ્વારા કોર્ષ વિશેની માહિતી પુરી પાડવામાં આવે છે, અને તેમને એક બીજા સાથે પરસ્પર વિચારોના આદાન-પ્રદાનની તક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રેક્ટીકલ અને ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી તેમને પ્લાસ્ટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગ કોર્ષ વિશેની પ્રાથમિક સમજ સાથે, તેના ઉપયોગની પણ ઊંડી સમજ આપવામાં આવે છે. ત્યાર બાદ તાલીમાર્થીઓને મશીનરીના ઉપયોગ અને તેના અલગ અલગ પૂર્જા વિશેની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજ આપવામાં આવે છે.

મુખ્યત્વે પ્લાસ્ટિક ટેકનિક, ઇન્જેકશન મોલ્ડીંગ, બ્લો મોલ્ડીંગ અને કોટીંગ, પ્રિન્ટીંગ વગેરે પ્રક્રિયાથી પણ તેમને સંપૂર્ણ માહિતગાર કરવામાં આવે છે. તાલીમાર્થીઓને મૉડલ્સની મૂળ સમજ અને ક્વોલિટી ચેકીંગ તથા ટેસ્ટીંગ અને કંટ્રોલની પણ અગત્યતા સમજાવવામાં આવે છે. તકનિકિ પ્રક્રિયાની સમજથી સુસજ્જ થયેલા આ તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા જુદી જુદી કંપનીઓમાં પ્લેસમેન્ટ માટે તજવીજ હાથ ધરવામાં આવે છે.

વલસાડ જિલ્લાના તાલીમબદ્ધ થયેલા 150 યુવાનો પૈકી આઠ યુવાનોને દુબઇ જેવા ગલ્ફના દેશોમાં રોજગારી અપાવવામાં જિલ્લા વહીવટી તંત્રને સફળતા મળી છે. આ માટે જિલ્લા પ્રશાસન તથા તાલીમ સંસ્થાના પ્રયાસોથી તાલીમાર્થીઓને દુબઇ સહિતના દેશોમાં જવા-આવવાનો સંપૂર્ણ ખર્ચ પણ રોજગાર આપનાર કંપની દ્વારા કરાવવામાં આવે છે. સાથે તાલીમાર્થીઓને વિદેશમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કંપની જ કરી આપે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી ગયેલા આઠ જેટલા યુવાનોને અંદાજીત 16,000 રૂપિયાથી લઇને 23,000 રૂપિયા સુધીનો પગાર હાલમાં અપાઇ રહ્યો છે.

વિદેશની ધરતી પર આર્થિક ઉપાર્જન કરી રહેલા વલસાડ જિલ્લાના આ યુવાનોમાં વલસાડ તાલુકાના ચીખલા ગામનો હાર્દિક નટુભાઇ પટેલ, ધરમપુર તાલુકાના બરૂમાળનો પ્રકાશ ઉત્તમભાઇ પટેલ, માંકડબનનો વિનોદ રધુભાઇ ચૌધરી, કપરાડા તાલુકાના તેરીચીખલી ગામનો અર્જુન નવસુભાઇ ચૌધરી, અંભેટીનો કૌશિક અર્જુનભાઇ પટેલ, અને પારડી તાલુકાનો ખેરલાવનો રજની રામુભાઇ પટેલ, પાટીનો અનિલ પ્રવિણભાઇ પટેલ અને રજનીકાંત જેસીંગભાઇ પટેલનો સમાવેશ થાય છે.

આમ, ફક્ત ધોરણ-10 સુધી જ અભ્યાસ કરી શકેલા એવા આ ગ્રામ્ય યુવાનોને વિદેશની ધરતી પર રોજગારી અપાવવામાં વલસાડ જિલ્લા પ્રશાસન અને આદિજાતિ વિકાસ વિભાગને સફળતા મળી છે. સામે છેડે મહેનતકશ એવા આ આઠ યુવાનોએ વલસાડ જિલ્લાનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરી, અહીં સ્વદેશમાં તેમના પરિવારનો આધારસ્તંભ બન્યા છે.

English summary
Valsad's 8 tribal youth of got jobs in abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X