For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહાં કેસ: IPS અધિકારી વણઝારાની જેલમાંથી ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 જૂન: વર્ષ 2004ના ઇશરત જહાં બનાવટી એંકાઉન્ટરની તપાસ કરી રહેલી સીબીઆઇએ મંગળવારે સસ્પેંડેડ આઇપીએસ અધિકારી ડી જી વણઝારાની સાબરમતી જેલમાંથી ધરપકડ કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એક વિશેષ સીબીઆઇ કોર્ટ દ્વારા પરવાનગી આપ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિની બનાવટી એંકાઉન્ટર કેસના આરોપી તરીકે ડી જી વણઝાર પહેલાંથી જેલમાં હતા.

તેમને આજે કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય. સીબીઆઇ વણઝારા સાથે વધુ પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગણી કરી હતી. ડી જી વણઝારાને ગઇકાલે મુંબઇની એકમાંથી સાબરમતી જેલમાં લાવવામાં આવ્યાં હતા.

મુંબઇની કોર્ટે સોમવારે ડી જી વણઝારાને અમદાવાદની જેલમાં સ્થળાંતરિત કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ પહેલાં શહેરની સીબીઆઇ કોર્ટે ઇશરત જહાં કેસમાં તપાસ એજન્સીને ડી જી વણઝારાની કસ્ટડીની પરવાનગી આપી દિધી હતી.

સીબીઆઇ કોર્ટના વધારાના મુખ્ય ન્યાયિક જજે કેસના તપાસ અધિકારી અને સીબીઆઇના પોલીસ નાયબ અધીક્ષક જી કલાઇમણિના આવેદન પર ડી જી વણઝારાની ધરપકડની પરવાનગી આપી દિધી છે.

d-g-vanzara

સીબીઆઇની ફરિયાદ અનુસાર ડી જી વણઝારાએ ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાંચ (ડીસીબી), અમદાવાદની તે ટુકડીનું નેતૃત્વ કર્યું હતું જે 15 જૂન 2004ના રોજ શહેરના બહારના ભાગમાં ઇશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લૈ, બે પાકિસ્તાની નાગરિકો જીશાન જોહર અને અમજદ અલી રાણાની હત્યામાં સામેલ હતા.

ડી જી વણઝારા સીબીઆઇ દ્વારા કેસમાં ધરપકડ કરવામાં આવેલા ગુજરાતના સાતમા પોલીસ અધિકારી અને બીજા આઇપીએસ છે. આ પહેલાં સીબીઆઇ આઇપીએસ અધિકારી જી એલ સિંઘલ ઉપરાંત તરૂણ બારોટ, જે જી પરમાર, ભરત પટેલ, અંજૂ ચૌધરી અને એન કે અમીનની ધરપકડ કરવામાં આવેલી છે.

અમીનને છોડીને બધા આરોપીઓને આ કેસમાં જામીન મળી ગયા છે કારણ કે સીબીઆઇ તેમની ધરપકડના 90 દિવસમાં આરોપપત્ર દાખલ કરી શકી ન હતી. રાજ્યના એક અન્ય ઉચ્ચ પોલીસ અધિકારી અને વધારાના (ડીજીપી) પી પી પાંડેય પણ આ કેસમાં આરોપી છે અને ફરાર છે. સીબીઆઇ કોર્ટે તેમની ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું છે. આ દરમિયાન પી પી પાંડેયએ સુપ્રીમ કોર્ટેમાં એક અરજી દાખલ કરી છે અને પોતાની વિરૂદ્ધ પ્રાથમિકી રદ કરવાનો અનુરોધ કર્યો છે.

English summary
Suspended IPS officer DG Vanzara, who was arrested by the CBI from Sabarmati Central Jail here is likely to be produced in court on Tuesday.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X