For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુ આસારામની ધરપકડે વણઝારાનું 6 વર્ષનું મૌન તોડાવ્યું?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 સપ્ટેમ્બર : મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના રાજકારણને જબરદસ્ત આંચકો આપતા રાજ્યના પૂર્વ ડીજીપી ડી જી વણઝારાએ ગુહ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ પર કરેલા આક્ષેપો તેમનો બળાપો હતો કે અન્ય કોઇ કારણથી મનના ઉદ્વેગને ઠાલવવાનો એક માર્ગ એ તો વણઝારા જ જણાવી શકે. પરંતુ વણઝારાના આ પત્રને કારણે ગુજરાતમાં અત્યાર સુધી તંદ્રામાં રહેલી કોંગ્રેસ ફરી જાગી ઉઠી છે. આવનારા સમયમાં લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે ખાલી હાથે મોઢું બંધ કરીને બેસી રહેલી કોંગ્રેસ હવે ફરી હરકતમાં આવી ગઇ છે.

અહીં પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદીને 'ભગવાન' માનનારા ડી જી વણઝારાને એવી કઇ ઘટના કે બાબત સ્પર્શી ગઇ કે તેમણે ચૂંટણી સમયે જ નરેન્દ્ર મોદીની સામે જ તીર તાક્યું? જો કે સમગ્ર ઘટનાક્રમને ઝીણવટ પૂર્વક જોનારા અને વણઝારાને સારી રીતે ઓળખનારા આ પત્ર બહાર આવવાના વાસ્તવિક કારણ સુધી પહોંચવાનો દાવો કરી રહ્યા છે.

વણઝારા માટે મોદી કેમ ભગવાન ન રહ્યા?

વણઝારા માટે મોદી કેમ ભગવાન ન રહ્યા?

સૂત્રોની વાત માનવામાં આવે તો હાલ મુંબઇની તલોજા જેલમાં બંધ વણઝારાને પોતાના ગુરુ આસારામની ધરપકડ થવાથી મોટો આંચકો લાગ્યો છે. વણઝારાનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ તેમને તો ના બચાવ્યા પણ ગુરુ આસારામને ઉગારવામાં પણ કોઇ મદદ ના કરી. આ ઘટનાને પગલે નરેન્દ્ર મોદી પર વણઝારાનો જે વિશ્વાસ હતો તે તૂટી ગયો છે. જેના કારણે તેમના મનનો ઉદ્વેગ પત્ર સ્વરૂપે બહાર આવ્યો છે અને છેલ્લા 6 વર્ષોથી પાળેલું મૌન તૂટ્યું છે

આસારામની ધરપકડથી ધીરજ ખૂટી

આસારામની ધરપકડથી ધીરજ ખૂટી

નરેન્દ્ર મોદી પરથી વણઝારાનો વિશ્વાસ ગુરુ આસારામની ધરપકડ બાદ જ ઉઠ્યો છે. અત્યાર સુધી વણધારાને આશાનું કિરણ દેખાવાની અપેક્ષા હતી. ગુરુ આસારામની ભક્તિ છેલ્લા 7 વર્ષથી વણઝારાને ધીરજ અને સહન કરવાની શક્તિ આપી રહી હતી. આસારામની ધરપકડ થતા જ ધીરજ ખૂટી ગઇ હતી.

એક દાયકા પહેલા આસારામના સંપર્કમાં આવ્યા

એક દાયકા પહેલા આસારામના સંપર્કમાં આવ્યા

વણઝારાની ગુરુ ભક્તિ અંગે કહેવામાં આવે છે કે તેઓ પોતાનો નિયમ ક્યારેય તોડતા ન હતા. વણઝારા સાથે કામ કરી ચૂકેલા એક કોન્સ્ટેબલે જણાવ્યું કે વણઝારા અંદાજે એક દાયકા પહેલા આસારામના સંપર્કમાં આવ્યા હતા.

139 કિમી દૂર આવેલા આસારામ આશ્રમથી દૂધ મંગાવતા

139 કિમી દૂર આવેલા આસારામ આશ્રમથી દૂધ મંગાવતા

તેઓ આસારામના એટલા મોટા ભક્ત હતા કે બનાસકાંઠા જિલ્લામાં તેમની નિમણૂંક થઇ તેમ છતાં તેઓ 139 કિલોમીટર દૂર આવેલા આસારામ આશ્રમની ગૌશાળામાંથી જ દૂધ મંગાવવાનો આગ્રહ રાખતા હતા.

ગુરુને માટે લખી કવિતાઓ

ગુરુને માટે લખી કવિતાઓ

જેલમાં વણઝારાએ ગુરુ આસારામને સમર્પિત અંદાજે બે ડઝન કવિતાઓ લખી હતી. 7-7-2007ના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે આસારામ બાપુ અંગે લખેલી કવિતામાં વણઝારાએ લખ્યું છે કે મેં જેલમાં મારી કોઠરી જ નહીં મન પણ સાફ કર્યું છે.

વણઝારા માટે મોદી ભગવાન ન રહ્યા
સૂત્રોની વાત માનવામાં આવે તો હાલ મુંબઇની તલોજા જેલમાં બંધ વણઝારાને પોતાના ગુરુ આસારામની ધરપકડ થવાથી મોટો આંચકો લાગ્યો છે. વણઝારાનું માનવું છે કે નરેન્દ્ર મોદીએ તેમને તો ના બચાવ્યા પણ ગુરુ આસારામને ઉગારવામાં પણ કોઇ મદદ ના કરી. આ ઘટનાને પગલે નરેન્દ્ર મોદી પર વણઝારાનો જે વિશ્વાસ હતો તે તૂટી ગયો છે. જેના કારણે તેમના મનનો ઉદ્વેગ પત્ર સ્વરૂપે બહાર આવ્યો છે અને છેલ્લા 6 વર્ષોથી પાળેલું મૌન તૂટ્યું છે.

આસારામની ધરપકડથી ધીરજ ખૂટી
નરેન્દ્ર મોદી પરથી વણઝારાનો વિશ્વાસ ગુરુ આસારામની ધરપકડ બાદ જ ઉઠ્યો છે. અત્યાર સુધી વણધારાને આશાનું કિરણ દેખાવાની અપેક્ષા હતી. ગુરુ આસારામની ભક્તિ છેલ્લા 7 વર્ષથી વણઝારાને ધીરજ અને સહન કરવાની શક્તિ આપી રહી હતી. આસારામની ધરપકડ થતા જ ધીરજ ખૂટી ગઇ હતી.

એક દાયકા પહેલા આસારામના સંપર્કમાં આવ્યા
વણઝારાની ગુરુ ભક્તિ અંગે કહેવામાં આવે છે કે તેઓ પોતાનો નિયમ ક્યારેય તોડતા ન હતા. વણઝારા સાથે કામ કરી ચૂકેલા એક કોન્સ્ટેબલે જણાવ્યું કે વણઝારા અંદાજે એક દાયકા પહેલા આસારામના સંપર્કમાં આવ્યા હતા.

139 કિમી દૂર આવેલા આસારામ આશ્રમથી દૂધ મંગાવતા
તેઓ આસારામના એટલા મોટા ભક્ત હતા કે બનાસકાંઠા જિલ્લામાં તેમની નિમણૂંક થઇ તેમ છતાં તેઓ 139 કિલોમીટર દૂર આવેલા આસારામ આશ્રમની ગૌશાળામાંથી જ દૂધ મંગાવવાનો આગ્રહ રાખતા હતા.

ગુરુને માટે લખી કવિતાઓ
જેલમાં વણઝારાએ ગુરુ આસારામને સમર્પિત અંદાજે બે ડઝન કવિતાઓ લખી હતી. 7-7-2007ના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે આસારામ બાપુ અંગે લખેલી કવિતામાં વણઝારાએ લખ્યું છે કે મેં જેલમાં મારી કોઠરી જ નહીં મન પણ સાફ કર્યું છે.

English summary
Vanzara broke six year long silence because arrest of Guru Asaram?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X