For Quick Alerts
For Daily Alerts
વાપીમાં ભંગાર ગોડાઉનમાં ગત મોડી રાતે લાગી ભીષણ આગ
વાપી બલિઠામાં આવેલ ભંગારના ગોડાઉનમાં શુક્રવાર, મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. આગની ઘટના બાદ વાપી ફાયરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. વળી આ આગ વલસાડ જિલ્લાના વાપી નજીક બલિઠા ગામના હદ વિસ્તારમાં નેશનલ હાઇવે નજીક લાગી હતી.
છેલ્લા 2 વર્ષથી અહીં પીવાના પાણીના પાઇપ પડી રહ્યા હતા. જેમાં કચરો જમા થઈ ગયો હતો. અને કોઈ વ્યક્તિએ પાઇપ નજીક કચરો સળગાવતા આગ ભભૂકી ઉઠી હતી, વળી આ સ્થળ હાઇવે થી નજીક હોવાથી હાઇ પર પણ ટ્રાફિક જામ થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આગ કંટ્રોલમાં આવી કે નહીં તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.