For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરના 80 વર્ષની ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે વાહન સુવિધા ઉપલબ્ધ રહેશે!

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાના મતદારો ૦૫ ડિસેમ્બરે મતદાન કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાના મતદારો ૦૫ ડિસેમ્બરે મતદાન કરશે. ત્યારે મતદાનના દિવસે ગાંધીનગર ઉત્તર મત વિસ્તારમાં ૪૦ ટકા કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા અને ૮૦ વર્ષ કે તેથી ઉપરના વયોવૃદ્ધ, અશક્ત મતદારો માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સાર્વજનિક વાહન વ્યવસ્થા કરવામાં આવી છે.

vote

ગાંધીનગર ઉત્તરના ચૂંટણી અધિકારી બ્રિજેશ મોડિયાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન વધે તેવા ઉમદા આશયથી અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત દિવ્યાંગ અને ૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ ખાસ વાહનની સુવિધા કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં જે મતદારો ગાંધીનગર ઉત્તરના મતદાન કરવાના છે. તેવા દિવ્યાંગ, ૮૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના વયોવૃદ્ધ, અશક્ત મતદારો માટે સાર્વજનિક વાહનની સુવિધા કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા ઇચ્છતા આવા મતદારોએ તા. ૦૩ અને ૦૪ ના રોજ સવારે ૧૧ થી સાંજના ૬ કલાક દરમ્યાન ફોન નંબર- ૦૭૯ ૨૩૨ ૫૯૦૭૪ પર સંપર્ક કરીને પોતાનું નામ, મોબાઇલ નંબર, મતદાનનું સ્થળ, ભાગ નંબર, એપિક નંબર સહિતની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત, આવા મતદારો https://www.nvsp.in/Home/KnowBoothNofficers લિંક ઉપર પણ પોતાના નામની નોંધણી કરાવી શકશે.

English summary
Vehicle facility will be available for above 80 years and disabled voters of Gandhinagar!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X