• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉર્જા ક્ષેત્ર ફરીવાર રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે?

|

ગાંધીનગર, 2 જાન્યુઆરી : ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. હવે સંમેલન શરૂ થવાની ઉલટી ગણતરીઓ શરૂ થઇ ચૂકી છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં કયું સેક્ટર સૌથી વધારે રોકાણ આકર્ષી શકશે તેની ચર્ચા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011માં તમામ સેક્ટરમાંથી પાવર સેક્ટરમાં સૌથી વઘારે રોકાણ થયું હતું. જ્યારે પુન:પ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)માં તેનાથી 6 ગણું ઓછું રોકાણ મેળવી શકાયું હતું.

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો દર ધ્યાનમાં રાખીએ તો આવનારા વર્ષોમાં ઉર્જા એટલે કે વીજળીની માગ વધશે. વધતી માંગને પહોંચી વળવા અને ઉર્જા ક્ષેત્રે ગુજરાતે પ્રાપ્ત કરેલી સ્વનિર્ભરતા ટકાવી રાખવા માટે ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધારે રોકાણ થાય અને નવા પ્લાન્ટ શરૂ થાય તે જરૂરી બન્યું છે.

આંકડાકીય માહિતી પર નજર કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011માં પાવર સેક્ટરમાં સૌથી વધારે 18 ટકા રોકાણ થયું હતું. પછીના ક્રમે 12 ટકા રોકાણ અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં થયું છે. જ્યારે ગુજરાત સરકાર જેને સૌથી વધારે મહત્વ આપી રહી છે તેવા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 3 ટકા રોકાણ થયું હતું. બે વર્ષ બાદ પરિસ્થિતિ જોઇએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણની અપાર તકો રહેલી છે.

આજે ગુજરાત વીજળી ક્ષેત્રે સ્વનિર્ભર બન્યું છે. ગુજરાત કોઇ પણ કાપ વિના બિઝનેસ ક્ષેત્રને વીજળી પૂરી પાડવા સક્ષમ છે. ગુજરાતની કુલ ઉર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 16 ટકા છે. આ બાબત રાષ્ટ્રીય સ્તરે જોઇએ તો ભારતના પશ્ચિમ ઝોનમાં રિન્યુએબલ એન્ર્જી ક્ષેત્રે ગુજરાતનો હિસ્સો 44 ટકા અને સમગ્ર દેશમાં 14 ટકા છે.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અપાર તકો રહેલી છે તેના તર્ક આ મુજબ છે.

ઉર્જા સ્રોત

કુલ ક્ષમતા

ભારત (મેગાવોટ)

કુલ ક્ષમતા

ગુજરાત (મેગાવોટ)

ગુજરાતમાં આરઇની કુલ ક્ષમતા અને પુરું થયેલું ઇન્સ્ટોલેશન (ટકામાં)

પવન ઉર્જા

45,000

10,000

25.8

સૌર ઉર્જા

> 1,00,000

69,000

0.9

બાયોમાસ ઉર્જા

17,000

1,900

1.6

ગુજરાતમાં પવન ઉર્જા ક્ષેત્રે ક્ષમતાના 25 ટકા ઇન્સ્ટોલેશન થઇ ચૂક્યું છે. બાયોમાસ ક્ષેત્રે પણ ક્ષમતાના 1.6 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. જ્યારે સૌર ઉર્જા ક્ષેત્રે 100 ટકામાંથી માત્ર 0.9 ટકા ઇન્સ્ટોલેશન થયું છે. આમ સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવાની અપાર તકો રહેલી છે.

ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં આ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે પ્રયત્ન કરશે ત્યારે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલું રોકાણ આકર્ષી શકાય છે તે અંગે સૌની નજર રહેલી છે. નોંધનીય બાબત છે કે ગુજરાતમાં મે 2012માં પાટણ જિલ્લાના ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો 500 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પાર્ક કાર્યરત બન્યો હતો. આ સાથે ગુજરાતમાં 64 ડેવલપર્સ સાથે કુલ 654.81 મેગાવોટ સોલર પાવર ક્ષમતાનું ઉત્પાદન શરૂ થઇ ચૂક્યું છે.

English summary
Power sector would be most attractive investment area again?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more