For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત 2015: દિગ્ગજોએ આ પ્રસંગે શું કહ્યું વાંચો...

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગાંધીનગર ખાતે સાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી, આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલા, સુઝુકી મોટર્સના નવા ચેરમેન ઓસામુ સુઝુકી, ભૂતાનના પીએમ શેરિંગ તોગબે સહિત 100 દેશોના પ્રતિનિધિયોએ હાજરી આપી હતી.

vibrant gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કરી સંબોધનમાં જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલનમાં આવનારા તમામ લોકોનું સ્વાગત છે. સંપૂર્ણ દુનિયામાં આતંકવાદ વધી રહ્યો છે. દુનિયામાં આતંકવાદ સૌથી મોટો ખતરો છે. મુશ્લેલીના આ સમયમાં આપણે ફ્રાંસના લોકોની સાથે છીએ. ભારત સંપૂર્ણ દુનિયાને પરિવાર માને છે. દુનિયાના 100 દેશ આ સમિટમાં ભાગ લઇ રહ્યા છે. 100થી વધારે દેશ એક છત નીચે છે. અત્રે અમે સૌ એક પરિવારની જેમ છીએ. અમે સૌ સારી જિંદગી જીવવા માંગીએ છીએ. આર્થિક મંદી દુનિયાની ચિંતાનો વિષય છે. આ વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત મીટિંગ ઓફ હર્ટ છે. દુનિયાના લોકોમાં વિશ્વાસ પેદા કરવાની જરૂરીયાત છે. યોગને ગ્લોબલ બનાવવા માટે બાન કી મૂનને ધન્યવાદ.

દિગ્ગજોએ આ પ્રસંગે શું કહ્યું વાંચો...

અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરી:

john-kerry
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચ્યા અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ જણાવ્યું કે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરે છે તો સૌથી જુના લોકતંત્ર અને સૌથી મોટા લોકતંત્ર મળીને દુનિયાથી ગરીબીને ખત્મ કરી દેશે. મોદીના વડાપ્રધાન બનવાથી ભારત બદલાઇ રહ્યું છે. ફ્રાંસમાં શાર્લી હેબ્દો પર આતંકવાદી હુમલો નિંદનીય છે. આતંકવાદ વિરુદ્ધ એક સાથે મળીને આપણે લડીશું, અને આતંકવાદને નાબુદ કરી દઇશું. બરાક ઓબામા ભારત આવવા માટે ઉત્સાહિત છે. ભારત સાથે વ્યાપારિક સંબંધો મજબૂત બનાવવા માટે જ હું અહીં છું. કેરીએ નરેન્દ્ર મોદીના 'સબકા સાથ સબકા વિકાસ'નું મંત્ર ફરી વાગોળ્યું હતું.

બ્રિટેનના મંત્રી ઇઆન લિવિંગસ્ટન:
આ અવસરે બ્રિટેનના મંત્રી ઇઆન લિવિંગસ્ટને જણાવ્યું કે 'ગુજરાતમાં કોઇ ડિપ્લોમેટિક મિશન શરૂ કરનાર બ્રિટન પહેલો દેશ છે, બ્રિટેન અને ભારતની ભાગીદારીને કોઇ હરાવી ના શકે, અમે ભારતની સાથે એક મજબૂત ભાગીદારીની આશા સેવીએ છીએ.'

ભૂતાનના પીએમ શેરિંગ તોગબે:
ભૂતાનના પીએમ શેરિંગ તોગબેએ આ પ્રસંગે હિન્દીમાં ભાષણ કર્યું. તેમણે જણાવ્યું કે 'મે મોદીજીને જણાવ્યું હતું કે હું પણ ધાર્મિક યાત્રા માટે વારાણસી અને બોધગયા જઇશ. પરંતુ અમારા માટે ધાર્મિકની સાથે સાથે આર્થિક યાત્રા પણ જરૂરી છે, માટે હું અત્રે આર્થિક યાત્રા પર આવ્યો છું.'

આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલા:

kumar-mangalam
આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે ગુજરાત અમારા માટે સૌથી પસંદગીનું સ્થળ છે. તેમણે જણાવ્યું કે, સાહિત્ય બિરલા સમૂહ ગુજરાતમાં સીમેંટ અને અન્ય કારખાનાઓના વિસ્તારમાં 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

સુઝુકી મોટર્સના ચેરમેન ઓસામુ સુઝુકી:
સુઝુકી મોટર્સના ચેરમેન ઓસામુ સુઝુકીએ જણાવ્યું કે 'ગુજરાતમાં યોગ્ય માળખાગત સુવિધા તથા અન્ય પ્રદેશોના મુકાબલે નિર્ણય પ્રક્રિયા સારી હોવાના કારણે અમે અત્રે નવા કારખાના ખોલવા માટે આ રાજ્યની પસંદગી કરી છે.'

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી:

mukesh ambani
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમોથી દેશમાં એક નવો ઉત્સાહ આવ્યો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વૃદ્ધિ કરનારી અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે જણાવ્યું કે 'રિલાયન્સ ગુજરાતમાં 100,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.'

English summary
vibrant Gujarat Summit 2015: Who said what today read.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X