For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખો દેશ ગુજરાત મોડલને અનુસરે છે: પીએમ મોદી

આજે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો શુભારંભ થયો છે. આ સમિટમાં દેશ વિદેશના મોટા મોટા વેપારીઓ આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

આજે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો શુભારંભ થયો છે. આ સમિટમાં દેશ વિદેશના મોટા મોટા વેપારીઓ આવ્યા છે. વડા પ્રધાન વિજય રૂપાણીએ આ સમિટનું આજે ઉદ્ઘાટન કર્યું છે. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ 18-20 જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનાર છે. આ વખતે પાર્ટનર દેશ તરીકે ડેનમાર્ક પણ વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઈ રહ્યું છે.

Vibrant Gujarat

Newest First Oldest First
4:11 PM, 18 Jan

ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટ અને 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી.
4:06 PM, 18 Jan

હાર્દિક પટેલે વાઇબ્રન્ટ ગુજરાતને માત્ર પ્રચાર ગણાવ્યો, વચન આપે છે પરંતુ પુરા નથી કરતા.
2:34 PM, 18 Jan

ગુજરાત વેપાર કરવા માટે બેસ્ટ રાજ્ય, આખો દેશ ગુજરાત મોડલને અનુસરે છે: પીએમ મોદી
2:15 PM, 18 Jan

ગુજરાતમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 ની 9 મી આવૃત્તિના પ્રારંભિક સત્રમાં પીએમ મોદી.
2:00 PM, 18 Jan

ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં લોકોને પ્રવેશ નહીં અપાતા રોષ, લોકો પાસે પ્રવેશ પાસ હોવા છતાં પણ તેમને અંદર દાખલ થવા દીધા નહીં.
1:52 PM, 18 Jan

અમે અમારા યુવા માટે નોકરીઓ માટે તકો ઉભી કરવા માટે મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા માટે સખત મહેનત કરી છે. 'મેક ઇન ઇન્ડિયા' પહેલ દ્વારા 'ડિજિટલ ઇન્ડિયા' અને 'સ્કિલ ઇન્ડિયા' જેવા પ્રોગ્રામ દ્વારા સારી રીતે ટેકો આપ્યો છે: પીએમ મોદી
1:51 PM, 18 Jan

વિશ્વ બેન્ક અને આઇએમએફ જેવી મોટી નાણાકીય સંસ્થાઓએ ભારતની આર્થિક સ્થિતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે: પીએમ મોદી
1:50 PM, 18 Jan

જે લોકો નિયમિત રીતે ભારતની મુલાકાત લેતા હોય તેઓ હવામાં પરિવર્તન અનુભવે છે. ફેરફાર દિશા અને તીવ્રતાના સંદર્ભમાં છે. છેલ્લા ચાર વર્ષથી, સરકારનું ધ્યાન ગવર્નર્સ વધારવું રહ્યું છે: પીએમ મોદી
1:48 PM, 18 Jan

અમે બિઝનેસ કરવાનું સરળ પણ બનાવ્યું છે. જીએસટીના ઐતિહાસિક અમલીકરણ અને કરની સરળતાના અન્ય પગલાંથી વ્યવહાર ખર્ચમાં ઘટાડો થયો છે અને પ્રક્રિયાઓ કાર્યક્ષમ બનાવવામાં આવી છે: પીએમ મોદી
1:47 PM, 18 Jan

ભારત હવે આખી દુનિયામાં વેપાર કરવા માટે તૈયાર થઇ ચૂક્યું છે: પીએમ મોદી
1:46 PM, 18 Jan

18મી જાન્યુઆરીથી 9મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થશે, ત્યારે જણાવવું જરૂરી છે કે આ વખતે વાઈબ્રન્ટ ગુજરાતમાં 12 દેશ પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે જ્યારે કુલ 100 કરતા પણ વધુ દેશો આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે 2700થી વધુ વિદેશી ડેલિગેશન સમિટમાં હાજર રહેવાના છે. કુલ 33000થી વધુ લોકો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
1:46 PM, 18 Jan

જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ મહાત્મા મંદિરના કોન્વેંશન સેન્ટર ખાતે યોજાઈ રહી છે. જેનું સરનામું છે મહાત્મા મંદિર, સેક્ટર 13સી, ગાંધીનગર, ગુજરાત, ભારત- 382017. જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર કંપની જ નહિ બલકે સ્વતંત્ર રીતે જે-તે વ્યક્તિ પણ ભાગ લઈ શકે છે.

English summary
Vibrant Gujarat summit 2019 live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X