For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ અને પ્રતિનિઘિમંડળે લીધી નરેન્દ્ર મોદીની મુલાકાત

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 20 માર્ચ : મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત મંગળવારે યુગાન્ડાના વાઇસ પ્રેસિડેન્ટ એડવર્ડ કિવાનુકા સેકાન્ડી (Mr. EDWORD KIWANUKA SSEKANDI) ના નેતૃત્વમાં ગુજરાત આવેલા યુગાન્ડાના ઊચ્ચ કક્ષાના 16 સભ્યોના ડેલીગેશને લીધી હતી અને ગુજરાત તથા યુગાન્ડા વચ્ચેના પારસ્પારિક સંબંધોને વિસ્તૃત ફલક પર સુદ્રઢ બનાવવા માટે ફળદાયી બેઠક કરી હતી.

યુગાન્ડાના પ્રતિનિધિમંડળમાં કૃષિમંત્રી બુચાનાયાન્ડી ટ્રીઝ (Mr. BUCHANAYANDI TREES) તેમજ રાજ્યમંત્રી -વિદેશી બાબતો હેનરી ઓકેલો ઓરિએમ (Mr. HENRY OKELLO ORYEM) અને નાણાં, આયોજન રાજ્ય મંત્રી જેકન ઓમેક ફ્રેડ યુગાન્ડા નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ઓલીવ કિગોંગો (Ms OLIVE KIGONGO) અને યુગાન્ડાના હાઇકમિશનર નિમિષા માધવાણીએ ભાગ લીધો હતો.

યુગાન્ડાના વાઇસ પ્રેસિડેન્ટ સેકાન્ડીએ મુખ્યમંત્રીને વિધાનસભા ચૂંટણીમાં વિજય માટે અને ગુજરાતના વિકાસનો પ્રભાવ ઉભો કરવા માટે અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ યુગાન્ડા અને ગુજરાત વચ્ચે વાઇબ્રન્ટ રિલેશનના દાયકાઓથી પરસ્પર સહભાગીતાના સંબંધોની ભૂમિકાને આવકારતા ગુજરાત અને યુગાન્ડા વચ્ચે નવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિશાળ અવકાશ છે તેની રૂપરેખા આપી હતી.

યુગાન્ડાએ ગુજરાતમાં વિશેષ કરીને લઘુ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, કૃષિવિકાસ, માઇક્રો ઇરિગેશન, વોટર મેનેજમેન્ટ, કેનાલ નેટવર્ક, ઓઇલ એન્ડ ગેસ એક્ષ્પ્લોરેશન, મેડિકલ હેલ્થકેરના ક્ષેત્રે જે વિકાસ થયો છે તેનો લાભ યુગાન્ડા લઇ શકે તે સંદર્ભમાં આ બેઠકમાં ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાંથી ફર્ટિલાઇઝર્સ સેકટરની ટેકનોલોજી માટેની ટેકનીકલ ટીમ યુગાન્ડા મોકલવા અને એગ્રો બિઝનેસ તથા એગ્રી ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગના વિકાસની યુગાન્ડામાં સંભાવના અર્થે એગ્રીકલ્ચર એન્જીનિયરીંગની બે ટીમો મોકલવા મુખ્યમંત્રીએ તત્પરતા વ્યક્ત કરી હતી.

આગામી મેમહિનામાં ગુજરાતમાં યોજાઇ રહેલા કૃષિ મહોત્સવ અભિયાનમાં સોઇલ હેલ્થ કાર્ડ, લેબ ટુ લેન્ડ કાર્યક્રમ અને માઇક્રો ઇરીગેશનની કાર્યસિધ્ધિઓનો અભ્યાસ કરવા યુગાન્ડાના પ્રગતિશીલ ખેડૂતો અને એગ્રો સાયન્ટીસ્ટનું ડેલીગેશન ગુજરાત આવે તેવું નિમંત્રણ મુખ્ય મંત્રીએ આપ્યું હતું. યુગાન્ડામાં ઓઇલ એન્ડ ગેસ એક્ષ્પ્લોરેશન, ફર્ટિલાઇઝર્સ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના મેન્યુફેકચરીંગ માટે ગુજરાત સરકાર શકય તમામ સહયોગ આપશે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતની પેટ્રોલિયમ યુનિવર્સિટીના ઓઇલ ગેસએનર્જી મેનેજમેન્ટના માનવસંસાધન વિકાસના ક્ષેત્રમાં યુગાન્ડાના વિધાર્થીઓને મોકલવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું. ગુજરાતની જી.એસ.પી.સી. પેટ્રોલિયમ કંપની પણ યુગાન્ડા સાથે ઓઇલગેસ સંશોધનવિકાસ માટે સહયોગ આપવા તત્પર છે.

આ બેઠકમાં મુખ્ય સચિવ વરેશ સિંહા, ઉદ્યોગ અગ્ર સચિવ મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ જી. સી. મુર્મુ અને ઇન્ડેક્ષ્ટબી ના મેનેજિંગ ડિરેકટર મુકેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Vice President and Delegation of Uganda meets Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X