• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

VIDEO: ક્રિકેટર યુસુફ પઠાણે પૂર પીડિતો માટે ભોજનની વ્યવસ્થા કરી

|

ગુજરાતના વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારના લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં આ શહેરમાં રહેતા ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે પણ પૂર પીડિતોને મદદ શરૂ કરી દીધી છે. લોકોની વેદના વહેંચતા તેમણે પોતાના મકાનમાં પૂર પીડિતોના ભોજનની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, તે પોતે પણ પોતાના હાથથી પીડિતોને ભોજન પીરસતા દેખાયા છે. તેમના દ્વારા કરવામાં આવેલ આ પુણ્યના કાર્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Yusuf Pathan

યુસુફ પઠાણે પૂર પીડિતો માટે ભોજનની વ્યવસ્થા કરી

આપને જણાવી દઇએ કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદને કારણે કહેર સર્જાયો છે. તેમજ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. આ ચેતવણી બાદ સ્થિતિ બગડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યત થઇ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થઈ રહી છે.

Yusuf Pathan

વરસાદને કારણે આખો રસ્તો ક્ષતિગ્રસ્ત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. અહીં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. ઘણા ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તમામ ડેમ ઓવરફ્લો થયા હોવાનું પણ બહાર આવ્યું છે. મંગળવારે વરસાદ ઓછો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. એક નગરમાં, તો આખો રસ્તો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.

English summary
VIDEO: Cricketer Yusuf Pathan arranges food for flood victims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more