For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગીર સોમનાથમાં કીર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ

એક ડાયરામાં આશરે 30 લાખ જેટલી નોટો લોકોએ ઉડાવી હતી. જેના વીડિયો ખૂબ વાઇરલ થયા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ડાયરાની આગવી સંસ્કૃતિ છે. જેમાં ડાયરો કરનારા લોકગાયકના ગીતો તથા લોકકથાઓ અને વાર્તાઓ કહેવાની હલક સાંભળીને લોકો ડોલી ઉઠે છે અને ખુશ થઈને પૈસાનો વરસાદ પણ કરે છે. આવા જ એક ડાયરામાં આશરે 30 લાખ જેટલી નોટો લોકોએ ઉડાવી હતી. જેના વીડિયો ખૂબ વાઇરલ થયા છે. ગીર સોમનાથ જિલ્લાના બોડીદર ગામે યોજાયેલા આહીર સંમેલનના છેલ્લા દિવસે લોકડાયરો યોજાયો હતો. લોકડડાયરામાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમણે પણ લોકકલાકાર પર રૂપિયાની નોટો વરસાવી હતી. લોકડાયરામાં 4 કલાકમાં થયેલી નોટોની વરસાદમાં અંદાજે 30 લાખ રૂપિયા જમા થયા છે. લોકોડાયરામાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરે જમાવટ કરી હતી અને લોકોએ મોડી રાત સુધી ડાયરાની મોજ માણી હતી.

kirtidan gadhvi

લોકોએ મોડી રાત સુધી ડાયરાની મજા માણી હતી. સામાન્ય રીતે મુંબઇ કે અન્ય સ્થળો પર બાર કલ્ચર જોવા મળતુ ંહતું. જેમાં લોકો બારબાળા પર નોટો ઉડાવતા હતા. જયારે ગુજરાતમાં એકદમ અલગ જ માહોલ છે. જેમાં ભાતીગળ સ્થાન મેળવી ચૂકેલા ડાયરામાં લોકો લોકકથા કરનાર પર ફીદા થઈને પૈસાનો વરસાદ કરે છે પરંતુ આ નાણા ચેરિટીના કામમાં જ વાપરવામાં આવે છે.

ઉલ્લેખનીય છેકે પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં અવારનવાર નોટોનો વરસાદ થતો હોય છે અને ખાસ કરીને તેમના પ્રખ્યાત ભજન નગર મેં જોગી આયા સાંભળીને ડાયરામાં બેઠેલા લોકો ઝૂમી ઉઠતા હોય છે.

જોકે આ ડાયરામાં તો એ હદે નોટો ઉછાળવામાં આવી હતીકે સ્ટેજ આખું નોટોથી છલકાઈ ગયું હતું.

English summary
Video: gir somnath kirtidan gadhvi dayro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X