For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતમાં નથી અટકી રહ્યો વરસાદ, જળસ્તર વધવાથી ઘણા બંધોના ગેટ ખોલાયા, IMD જાહેર કર્યુ એલર્ટ

મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યોમાં થઈ રહેલા સતત વરસાદના કારણે સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યોમાં થઈ રહેલા સતત વરસાદના કારણે સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરત, રાજકોટ, તાપી અને જામનગર જિલ્લામાં મૂસળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રમાં હજુ વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં વીજળીના કડાકા સાથે આજે પણ વરસાદ શરૂ થઈ ગયો છે. નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઠંડક વધી ગઈ છે.

બંધોનુ જળસ્તર પણ ઝડપથી વધી રહ્યુ છે

બંધોનુ જળસ્તર પણ ઝડપથી વધી રહ્યુ છે

સતત વરસાદના કારણે ગુજરાતના બંધોનુ જળસ્તર પણ ઝડપથી વધી રહ્યુ છે. અહીં ડઝનેક બંધો એવા છે જે 100 ટકા ભરાઈ ચૂક્યા છે. વધતા તણાવના કારણે જામનગર જિલ્લામાં 6 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. વળી, સુરતના ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલીને 1.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પ્રશાસનિક અધિકારીઓના હવાલાથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કરે બંધનુ જળસ્તર 341.91 ફૂટ થઈ ગયુ જેના કારણે તાપીના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તાપી નદી કિનારાના ગામોને સતર્ક રહેવા સૂચના

તાપી નદી કિનારાના ગામોને સતર્ક રહેવા સૂચના

તાપીમાં પાણીની આવકથી અત્યારે કૉઝવે 8.11 મીટર જળસ્તર પર વહી રહ્યુ છે. વળી, સૌરાષ્ટ્રમાં ભાદર-1 બંધના ગેટ પણ ખોલી દેવામાં આવ્યા છે. સુરત પ્રશાસના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ઉકાઈ બંધમાં પાણીની સતત આવક થઈ રહી છે. ઉકાઈ બંધના કેચમેન્ટ એરિયામાં જળસ્તર વધી રહ્યુ છે. પ્રશાસન દ્વારા બંધના 9 દરવાજા ખોલીને 1.75 લાખ ક્યુસેર પાણી છોડવામાં આવી રહ્યુ છે જેનાથી કોઝવોનુ જળસ્તર ફરીથી એક વાર વધીને 8.11 મીટર થઈ ગયુ. આ તરફ બંધમાંથી પાણી છોડવાના કારણે સુરત અને તાપી જિલ્લા કલેક્ટરે કિનારાના ગામોને સતર્ક રહેવા માટે કહ્યુ છે.

જળસ્તર પર પ્રશાસનની નજર

એક અધિકારીએ જણાવ્યુ કે ઉકાઈ બંધનુ લેવલ 340 ફૂટ છે અને 345 ફૂટનુ જળસ્તર પર ભરાઈ જાય છે. સોમવારે સવારે આઠ વાગે બંધનુ જળસ્તર 342.29 ફૂટ હતુ અને બંધમાં 62,205 ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. આ દરમિયાન ઉકાઈના કેચમેન્ટ એરિયા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેવાથી આ વધુ ભરાઈ ગયુ છે. એવામાં સુરત અને તાપી જિલ્લા કલેક્ટર સતત નજર રાખી રહ્યા છે. બંધના 9 દરવાજા ખોલવાથી પાણી થોડુ ઘટવાની આશા છે.

English summary
Video: Gujarat dam water released due to continues heavy rainfall, IMD predicted again rain in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X