For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હું પણ કોરોના વૉરિયર' અભિયાન સીએમ વિજય રૂપાણીએ શરૂ કરાવી કહ્યુ - હવે બધા લડીશુ આ લડાઈ

કોરોના મહામારી સામે લડવા માટે હવે સરકારો રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી દીધુ છે. આ અભિયાનમાં 'હું પણ કોરોના વૉરિયર'ના શીર્ષક સાથે શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારી સામે લડવા માટે હવે સરકારે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી દીધુ છે. આ અભિયાનમાં 'હું પણ કોરોના વૉરિયર'ના શીર્ષક સાથે શરૂ કરી દીધુ છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે આ વિશે નાગરિકોને માહિતી આપી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના લોકોને સંબોધિત કરીને કહ્યુ કે અત્યાર સુધી આપણે બધા આપણા ઘરની અંદર હતા તો સુરક્ષિત હતા, પરંતુ હવે ઘરની બહાર નીકળવુ પડશે ત્યારે કોરોના સામે સીધી લડાઈ લડવાની છે.

કોરોના સામે લડાઈ ચાલુ રહેવાની

કોરોના સામે લડાઈ ચાલુ રહેવાની

મુખ્યમંત્રીએ કહ્યુ કે જ્યાં સુધી કોરોનાનુ કોઈ નિદાન ન મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે. એટલા માટે કોરોના સામે લડાઈ ચાલુ રહેવાની છે. તેમણે જણાવ્યુ છે કે એક સપ્તાહનુ આ અભિયાન 21 મેથી શરૂ થઈને 27 મે સુધી ચાલશે. ત્યારબાદ આ અભિયાન હેઠળ લેવામાં આવેલા સંકલ્પનુ બધાએ પાલન કરવાનુ રહેશે. આજે વારે 11 વાગે સીએમે અભિયાનને લૉન્ચ કર્યુ. આ અવસરે પ્રખર લોકકથાકાર મોરારી બાપુ, રમેશ ઓઝા, ગુણવંત શાહ સહિત ઘણા ગણમાન્ય લોકો હાજર રહ્યા.

બધા ગુજરાતી લોકો કોરોના વૉરિયર્સ બની શકે

બધા ગુજરાતી લોકો કોરોના વૉરિયર્સ બની શકે

માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડાઈમાં નાગરિકોને કોરોના વાયરસની ભૂમિકા નિભાવવાનુ આહ્વવાન કરવામાં આવ્યુ છે. એટલે કે બધા ગુજરાતી લોકો કોરોના વૉરિયર્સ બની શકે છે. તમે વીડિયોમાં જુઓ કે છેવટે શું બોલ્યા સીએમ વિજય રૂપાણી.

ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 12,537 કોરોના પૉઝિટીવ કેસો થઈ ગયા છે. જેમાંથી 5219 વ્યક્તિઓ રિકવર થઈ ચુૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં 749 લોકોના મોત નીપજ્યા છે.

બિગ બૉસ ફેમ શહેનાઝ ગિલના પિતા પર રેપનો આરોપ, બૉયફ્રેન્ડને મળવા આવેલી યુવતી પર રેપબિગ બૉસ ફેમ શહેનાઝ ગિલના પિતા પર રેપનો આરોપ, બૉયફ્રેન્ડને મળવા આવેલી યુવતી પર રેપ

English summary
Video: ‘Hu pan corona warrior’campaign starts in gujarat to fight Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X