VIdeo: સિંહણો સામે જીવતી ગાય બાંધવામાં આવી, હેરાન કરતો વીડિયો

સિંહ ઘ્વારા કરવામાં આવતા શિકારના ઘણા વીડિયો તમે જોયા હશે. પરંતુ આજે જે વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે તે તમારા હોશ ઉડાવી દેશે.

સિંહ ઘ્વારા કરવામાં આવતા શિકારના ઘણા વીડિયો તમે જોયા હશે. પરંતુ આજે જે વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે તે તમારા હોશ ઉડાવી દેશે. આ વીડિયોમાં ભૂખી સિંહણ ગાયનો શિકાર કરી રહી છે. ખરેખર અહીં સિંહણો ગાયનો શિકાર નથી કરી રહી. પરંતુ એક જીવતી ગાય તેમની સામે ખોરાક તરીકે મુકવામાં આવી છે. ત્યારપછી સિંહણો તે જીવતી ગાય પર તૂટી પડી અને તેને થોડી જ મિનિટમાં તેને મારી નાખી.

સિંહણો સામે જીવતી ગાય પરોસી

સિંહણો સામે જીવતી ગાય પરોસી

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો ગુજરાતના ગિરનાર સેન્ચુરી પાર્કનો બતાવવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેની અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગાય ઝાડ સાથે બંધાયેલી છે અને ત્રણ સિંહણો તેની નજીક આવી રહી છે. ત્રણે સિંહણો ગાય પર તૂટી પડે છે અને તેને થોડી જ મિનિટોમાં મારી નાખે છે.

વનવિભાગ ઘ્વારા તપાસ શરૂ

વનવિભાગ ઘ્વારા તપાસ શરૂ

સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી વનવિભાગ ઘ્વારા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ વીડિયો લેટેસ્ટ છે કે જૂનો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ઘ્વારા વનવિભાગનો સંપર્ક કરીને આરોપીઓ સામે સખત પગલાં લેવા માટે કહ્યું છે.

મનોરંજન માટે આવું કરે છે લોકો

મનોરંજન માટે આવું કરે છે લોકો

હમણાં એવી વાત પણ સામે આવી છે કે સ્થાનીય લોકો સિંહ સામે જીવતો જાનવર મૂકીને પર્યટકોને શિકારનો નજારો બતાવે છે. તેના બદલમાં તેઓ 5 થી 10 હજાર જેટલી મોટી રકમ લે છે. હાલમાં આખા મામલા વિશે જાંચ ચાલી રહી છે. વનવિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આરોપી વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X