PM મોદી અમદાવાદ પહોંચ્યા, ગાંધીનગર ખાતે કેશુબાપાના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાત પ્રવાસે છે. કેશુભાઈ પટેલના અવસાનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9.45 વાગે પીએમ મોદીનુ એરપોર્ટ પર આગમન થયુ. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિતના નેતાઓએ તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદી એરપોર્ટથી સીધા કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
હવે તેઓ ગુજરાતી ફિલ્મ જગતના બે સુપરસ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે તેમના પરિવારજનોને મળશે. તેમનો પરિવાર પણ ભાજપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છે. તેમના પરિવારને પણ પીએમ મોદી સાંત્વના પાઠવે તેવી સંભાવના છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી કેવડિયા જશે. પીએમ મોદીની આગેવાનીમાં દેશની પહેલી સી-પ્લેન સર્વિસનુ ઉદ્ઘાટન થશે. મોદીના આવતા પહેલા કેવડિયાના બધા પોલિસકર્મીઓનો કોરોના ટેસ્ટ થયો હતો. જેમાંથી 21 પોલિસકર્મી કોરોના પોઝિટીવ નીકળ્યા. અમદાવાદને નો ડ્રોન ફ્લાઈ ઝોન ઘોષિત કરવામાં આવ્યુ છે.
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને આપી ઈદની શુભકામના