For Quick Alerts
For Daily Alerts
દીપડાએ ગામના યુવાનોને ઘાયલ કરતા ગામ લોકો ધારિયા લઇને દીપડાને પકડવા દોડ્યા
પાટણના બોરસણ ગામમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો અને તેણે ત્રણથી ચાર યુવાનોને ઘાયલ કર્યા હતા. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને ઇજાગ્રસ્તોને પાટણ નજીકની ધારપુર સિવિલ હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગામ દ્વારા વન વિભાગને જાણ કરતા પાંજરા મૂકવામાં આવ્યા હતા. દીપડાએ ગામના યુવાનોની સાથે ત્રણેક શ્વાન તથા મોરને પણ ઘાયલ કર્યા હતા. જો કે આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામવાસીઓ ધારિયા અને લાકડીઓ લઈને દીપડાની તપાસમાં પણ નીકળ્યા હતા.