ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન, 21 અને 28 ફેબ્રુઆરીએ મતદાન થશે
કોરોના વાયરસ મહામારીને કારણે ટળેલી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. આ ચૂંટણીમાં પહેલો વોટ 21 ફેબ્રુઆરીએ પડશે. જ્યારે બીજીવાર વોટિંગ 28 ફેબ્રુઆરીએ થશે. રાજ્યની આ ચૂંટણીના અંતિમ પરિણામ 2 માર્ચે જાહેર થશે. ખાસ વાત એ છે કે પેલા આ ચૂંટણીનું આયોજન ગત ઓક્ટોબર-નવેમ્બરમાં કરાવવાનું હતું, પરંતુ કોવિડ 19 સંકટને પગલે આ તારીખોને આગળ વધારવામાં આવી હતી.
સ્થાનિક સ્વાર્જ્યની ચૂંટણીઓને લઈ 1 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. હાલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ મત ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે. જ્યારે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની ગણતરી 2 માર્ચે થશે.
કોરોના કાળમા તૈયારીઓ પણ બદલી
ગત વર્ષે ડિસેમ્બરમાં રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા કલેક્ટર્સને ચૂંટણી માટે બૂથની યાદી માંગી હતી. જ્યારે કલેક્ટર, કોર્પોરેશન અધિકારીો અને શહેરી એકમોને માસ્ક, પીપીઈ કિટ્સ, ફેસશીલ્ડ્સ અને બીજી સામગ્રીઓ ઉપરાંત સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચે પહેલે જ કહ્યું હતું કે 2015ની જેમ આ વખતે પણ ચૂંટણી બે તબક્કામાં થઈ શકે છે. ઈવીએમને બદલે બેલેટ પેપેરથી ચૂંટણીની માંગ કરી.
Mood of the Nation poll: 80% લોકોના મતે ખેડૂત આંદોલન પર બરાબર છે મોદી સરકારની નીતિ
થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઈકોર્ટમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાને લઈ અરજી દાખલ કરી હતી. અરજદારોએ ઈવીએમથી મતદાન કરાવવા પર વાંધો જતાવ્યો હતો. ગત સોમવારે ઈમ્તિયાઝ પઠાણે આ મામલે અરજી દાખલ કરી હતી.