For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં 1 લી મેના દિવસથી કરવામાં આવશે જળસંચય અભિયાન

ગરમી અને તાપ આકરો બન્યો છે. ત્યારે હવામાન વિભાગે સારા ચોમાસાની આગાહી કરી છે ત્યારે સરકારે જળસંય અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગરમી અને તાપ આકરો બન્યો છે. ત્યારે હવામાન વિભાગે સારા ચોમાસાની આગાહી કરી છે ત્યારે સરકારે જળસંય અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મે મહનાથી એખ તારીખથી એક મહિના સુધી એટલેકે જૂન મહિના સુધી જળસંચય અભિયાન હાથ ધરાશે. જેમાં 266 તળાવો અને 489 ચેકડેમો ઊંડા કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ માહિતી આપી હતી. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક વસાહતો, ધાર્મિક સંસ્થાઓ, એનએસએસનાં સેવકોનો સહયોગ લઈ જળસંચય અભિયાનને પરિમાણલક્ષી બનાવવામાં આવશે.

Water conservation campaign

1લીમે ગુજરાત સ્થાપના દિવસ પણ છે ત્યારે આ દિવસથી આ કામનો વ્યાપક પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે બોલતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં જળસંચય અભિયાન માટે જિલ્લા વહીવટતંત્રના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ સાથે બેઠક કરી સહયોગ માટે અપીલ કરી હતી. આગામી 31 જુલાઈ સુધી કોઈપણ ગામ-શહેરમાં પાણીનું પૂરતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જળસંચય અભિયાન માટે જિલ્લા વહીવટતંત્રએ પાંચ કરોડ રૂપિયાના કામોનું આયોજન કર્યું છે. જળસંચયના અભિયાનમાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા 430 જેટલી નવી ખેત તલાવડી, 45 જેટલા તળાવો અને 11 જેટલાં ચેકડેમો ઊંડા કરાશે. બે લાખ 23 હજાર 454 માનવ દિવસ રોજગારીનું સર્જન થશે. જળસંચયના કામો સાથે ચોમાસામાં 34 લાખ પાંચ હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે.
English summary
Water conservation campaign from 1st day of May in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X