ગુજરાતમાં 20મી તથા 21મી ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી

Subscribe to Oneindia News

રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદની સવારી આવી રહી છે. હવામાન વિભાગે 20 અને 21મી ઓગસ્ટના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જુલાઇ મહિનામાં થયેલા વરસાદે સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું હતું, જેના કારણે પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આગામી દિવસોમાં વરસાદની આગાહીને જોતા ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને લોકોને ઓછુ નુક્સાન થાય એ માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલા અગાઉથી જ લેવામાં આવ્યા છે.

rain sky

હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલાં અપર એર સરક્યુલેશનની અસરોને કારણે 18 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને 20 તથા 21 ઓગસ્ટે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ગુરૂવારે અમદાવાદ સહિત 7 શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજ્યમાં વરસાદ રોકાયા બાદ અચાનક જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન ગરમી-બફારાનું પ્રમાણ વધતાં લોકો હેરાન થતા હતા.

English summary
Weather Forecast: Heavy rain in Gujarat on 20th and 21st August.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.